સુરત: તહેવારોને લીધે રેલવે સ્ટેશનો પર ભારે ભીડ જોવા મળી રહી છે. ઉધના રેલવે સ્ટેશન પર ભીડને પગલે રેલને પ્રશાસન એલર્ટ છે. રેલવે સ્ટેશનમાં હવે મોબાઈલ ટિકિટિંગ સેવાનો આરંભ થયો છે. બુકીંગ ક્લાર્ક પ્લેટફોર્મ હોલ્ડિંગ એરિયામાં યાત્રિકોને જનરલ ટિકિટ આપી રહ્યાં છે. શાળા-કોલેજો પરીક્ષા પૂર્ણ થતા વેકેશનને ધ્યાને રાખી નિર્ણય લેવાયો છે. છઠ પૂજા, દિવાળી અને બિહારમાં ચૂંટણીને લઈ ભીડ વધવાની શક્યતા છે.
રાજકોટના સાધુવાસવાણી રોડ પર આજે સવારના સમયે આગની ઘટના સામે આવી છે. ધારેશ્વર ડેરી ખાતે અચાનક આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ બે ફાયર ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ સમયસર કાર્યવાહી કરી આગ પર કાબુ મેળવી લીધો છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.