જામનગર: સતત છઠ્ઠા દિવસે GST વિભાગે કાર્યવાહી કરી છે. ગત શુક્રવારથી જામનગરમાં GSTની ટીમોએ ધામા નાખ્યા છે. 20થી વધુ પેઢીઓમાં સર્ચ ઑપરેશન ચાલી રહ્યું છે. ખૂટતી કડીઓ મેળવવા વધુ તપાસની હેડ ઓફિસ પાસે પરવાનગી મંગાઈ. CA અલ્કેશ પેઢડિયાના ત્યાંથી મળેલા દસ્તાવેજોની તપાસ થઈ રહી છે. 1 કરોડથી વધુના બેલેન્સવાળા 20થી વધુ એકાઉન્ડ ફ્રીઝ કરાયા. ગુજરાત, મુંબઈ સહિત અન્ય શહેરોના બેન્ક ખાતાઓનો સમાવેશ થાય છે. કરચોરીનો આંક 100 કરોડને પાર જવાની શક્યતા છે.