રાજકોટમાં ચોંકાવનારો કિસ્સો:
રાજકોટ શહેરમાં તહેવારની મોસમ વચ્ચે એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. શહેરના પુષ્કર ધામ ચોક નજીક આવેલી જશોદા ડેરીમાં ઇયળ અને જીવાતવાળી મીઠાઈ વેચાતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
મીઠાઈ ખાવાના શોખીન રાજકોટવાસીઓ માટે આ ઘટના ચિંતાજનક બની ગઈ છે. વધુ નફો કમાવાની લાલચે કેટલાક ભેળસેળિયા વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે.
તહેવારો દરમિયાન રાજકોટમાં મીઠાઈની સૌથી વધુ ખરીદી થતી હોય છે, ત્યારે આ પ્રકારની બેદરકારી લોકજાગૃતિ માટે ગંભીર સંકેત સમાન છે.
હવે સૌથી મોટો સવાલ એ છે કે — શું આરોગ્ય વિભાગનું ચેકીંગ માત્ર દેખાડા પૂરતું જ છે?
અને આવા ભેળસેળિયા વેપારીઓ સામે કડક કાર્યવાહી ક્યારે થશે?
શહેરવાસીઓ હવે આરોગ્ય વિભાગ પાસેથી તાત્કાલિક પગલાં અને જવાબદારીની અપેક્ષા રાખી રહ્યા છે.