બુધવાર, ઓક્ટોબર 22, 2025

ઈ-પેપર

બુધવાર, ઓક્ટોબર 22, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં થયેલ સોનાની ચોરીનાં ગુન્હાનો ભેદ ઉકેલાયો : ચાર આરોપીઓની ધરપકડ

રાજકોટમાં થયેલ સોનાની ચોરીનાં ગુન્હાનો ભેદ ઉકેલાયો : ચાર આરોપીઓની ધરપકડ

રાજકોટમાં ચોરી-લૂંટ જેવા ગુન્હા આચરતા ઈસમોએ માજા મૂકી છે. ત્યારે રાજકોટ પોલીસ એક્શનમાં આવી છે. અને આ ગુન્હા આચરતા ઈસમોને પકડી પાડી કડકમાં કડક સજા કરાવવામાં આવી રહી છે. ત્યારે રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો છે. રાજકોટ ડી.સી.બી. પોલીસ તથા એ ડીવીઝન પોલીસ દ્વારા કુલ ચાર આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, રજોતમાં થતા વાહનચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ જેવા ગુન્હા અટકાવવા રાજકોટ પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરાવામાં આવી રહી છે. જે દરમિયાન રાજકોટ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ૧૩૪૯.૩૦ ગ્રામ સોનુ રૂ. ૧,૦૧,૦૯૬૫૪/-ની ચોરીના ગુન્હામાં રાજકોટ ડી.સી.બી. પોલીસ તથા એ ડીવીઝન પોલીસ દ્વારા જીન્નોત ઉર્ફે સફીકુલ શેખને ચેરાપુંજી (મેઘાલય) ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે. અને આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરતા કોર્ટે આરોપીના ૯ દિવસના રિમાન્ડ મજુર કર્યા છે. ત્યારે પૂછપરછ દરમિયાન આરોપીએ ચોરીનો માલ પશ્ચિમ બંગાળમાં વેચેલ હોવાની કબૂલાત આપતા પોલીસે પશ્ચિમ બંગાળ ખાતે જઇ સ્થાનીક પોલીસની મદદથી સહાજન જલીલ મંડલ,પીન્ટુ ઇર્શાદઅલી શેખ તથા જાફર હુસેનભાઇ શેખ નામના આરોપીઓની અટકાયત કરી કુલ ૧૦૭૬.૯૯ ગ્રામ સોનાંનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર