સુરત સિવિલ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં આવી છે. નવી સિવિલમાં ડૉક્ટર સામે ડોક્ટર આવી ગયા છે. હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સર્જરી વિભાગના રેસિડન્ટ ડોકટરો હળતાલ પર ઉતરી ગયા છે. ડોક્ટરોએ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં આવતા દર્દીઓને રોક્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થ આવેલા એક દર્દીએ તબીબો જોડે પહેલા બોલાચાલી કરી હતી. દર્દીની ફરિયાદને લઈને તબીબો સીએમઓમાં જોડે ગયા હતા. સીએમઓ તબીબોને અયોગ્ય જવાબ આપતા બંને વચ્ચે બોલચાલી થઈ હતી. બોલાચાલી થતા ઇમરજન્સી ટ્રોમાની બહાર જ 108 માં આવતા દર્દીઓને હોસ્પિટલમાં ન આવા દીધા. દર્દીએ કરેલા ઉદ્ધત વર્તનને લઈ હોબાળો, સુરક્ષાના મુદ્દે તબીબો અમને ન્યાય આપોના નારા સાથે હળતાલ પર ઉતર્યા