બુધવાર, જુલાઇ 23, 2025

ઈ-પેપર

બુધવાર, જુલાઇ 23, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયઅમરેલી જિલ્લાના રાજુલા નજીક આવેલા સ્ટેટ હાઇવે પર આજે એક અનોખું અને...

અમરેલી જિલ્લાના રાજુલા નજીક આવેલા સ્ટેટ હાઇવે પર આજે એક અનોખું અને મનમોહક દૃશ્ય

અમરેલી જિલ્લાના રાજુલા નજીક આવેલા સ્ટેટ હાઇવે પર આજે એક અનોખું અને મનમોહક દૃશ્ય જોવા મળ્યું. દિવસ દરમિયાન એક સિંહણ બિન્દાસ ચાલે રસ્તા પર લટાર મારી રહી હતી. આ અણપેક્ષિત રાજસી એન્ટ્રીના કારણે વાહનોના પૈડા થંભી ગયા અને લોકો દંગ રહી ગયા. સિંહણની આ રોયલ વોક મોબાઇલ કેમેરામાં કેદ થઈ ગઈ અને કંઈ જ ક્ષણોમાં તેનો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થઈ ગયો.મળતી માહિતી મુજબ, આ ઘટના રાજુલા નજીકના પીપાવાવ પોર્ટ માર્ગ પરની હોવાનો અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. વનવિભાગે પણ આ ઘટના અંગે ગંભીર નોંધ લઈ સ્થાનિક લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. કુદરતના આ જંગલી મહેમાનની હાજરીએ ફરીથી સાબિત કર્યું છે કે લોકોની વસ્તીભરેલા વિસ્તારની નજીક પણ વન્યજીવો પોતાનું અસ્તિત્વ જાળવી રહ્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર