અરજદારોને અપુરતા આધાર-પુરાવાઓની પૂર્તતા કરવાની
મુદત પુર્ણ થઇ
(આઝાદ સંદેશ), રાજકોટ : મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા અને હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિના ચેરમેન નિતિનભાઈ રામાણીની યાદીમાં જણાવે છે કે ગત તા. 26 માર્ચના રોજ મહાનગર પાલિકાના આવાસ યોજના વિભાગ દ્વારા EWS-2 કેટેગરીનાં 133 અને MIG કેટેગરીનાં 50 ખાલી પડેલ આવાસોનો કમ્પ્યુટરાઇઝ્ડ જાહેર ડ્રો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે યોજવામાં આવ્યો હતો. અત્યાર સુધી ફોર્મ ચેકીંગ બાદ આવાસનો ડ્રો કરવામાં આવતો હતો. જયારે, આ વખતે પ્રથમ વખત બધા જ અરજદારોનો ડ્રોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને, ત્યારબાદ ફોર્મ ચેકીંગની કાર્યવાહી કરવામાં આવી છે. આથી ડ્રોમાં આવાસ લાગેલ હોય એવા અરજદારોની ઓનલાઇન ફોર્મ ભરતી વખતે થયેલી નાની ભૂલના કારણે અરજી રિજેકટ ના થઇ જાય એ માટે માનવતાના ધોરણે અરજદારોની અરજી રિજેક્ટ કરતા પહેલાં એમને અપુરતા આધાર-પુરાવાઓની પૂર્તતા કરવાની એક તક આપવામાં આવી હતી. આ માટેની સમય મર્યાદા પુરી થઇ જતાં તેની ચકાસણી કરી પાત્ર અરજદારોની યાદી આવતીકાલ તા. 5નાં રોજ બપોરે 1 કલાકે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ WWW.rmc.gov.in પર પ્રસિદ્ધ કરવામાં આવશે. અરજદારની પાત્રતા બાબતે રાજકોટ મહાનગરપાલિકાનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે.
ઓનલાઇન ફોર્મ ભરતી વખતે અરજદારોથી થયેલી નાની ભૂલો જેમ કે, પોતાના બેંક ખાતાનો રદ કરેલ ચેક કે પાસબુકના પ્રથમ પાનાની ઇમેજ ના જોડવી, લાઇટ બિલ કે વેરા બિલ ના જોડવું કે જુનું જોડવું, સ્વ-પ્રમાણિત ડિક્લેરેશન ના ભરવું કે અધુરું ભરવું, ચૂંટણી કાર્ડ કે રેશન કાર્ડ ના જોડવું જેવી ભૂલોની પૂર્તતા કરનાર અરજદારોની અરજી ગ્રાહ્ય રાખવામાં આવી છે. પાત્રતા ધરાવતા અરજદારોએ દિનાંક 31 જૂલાઇ સુધીમાં સિવિક સેન્ટર, સેન્ટ્ર્લ ઝોન ઓફિસ, ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ મહાનગરપાલિકા ખાતે પ્રથમ હપ્તો ભરપાઈ કરી અલોટમેન્ટ-લેટર લઇ લેવા. તા. 31 જૂલાઇ સુધીમાં અલોટમેન્ટ-લેટર નહિ લેનાર અરજદારોને આવાસની જરૂર નથી એમ સમજી એમના આવાસ જે-તે કેટેગરીના વેઇટીંગ યાદીના અરજદારોને ફાળવી દેવામાં આવશે. આ માટે અલગથી કોઇ નોટીસ કે સમય આપવામાં આવશે નહિ, જેની ગંભીરતાપૂર્વક નોંધ લેવી. જે અરજદારની પોતાની/કુટુંબની માલિકીનું આવાસ છે અથવા અરજદાર અગાઉ સરકારી આવાસ યોજનાનો લાભ લઇ ચુકેલ છે, એમની અરજી રદ કરવામાં આવી છે અને એમણે ભરેલ તમામ રકમ જપ્ત કરવામાં આવી છે.દરેક કેટેગરી (SC/ST/OBC/Ex-Serv.) નું આરક્ષણ નિયત થયેલું હોવાથી જો એક કેટેગરીના અરજદારોએ અન્ય કેટેગરીમાં ફોર્મ ભર્યું હશે કે ફોર્મ ભરતી વખતે એમની પાસે સક્ષમ સત્તાએ આપેલ જાતિનું પ્રમાણપત્ર નહિ હોય તો એમની અરજી રદ કરવામાં આવશે. કેટેગરી (SC/ST/OBC/Ex-Serv.) બદલવાની અરજી કે