બલૂચ લિબરેશન આર્મીએ પાકિસ્તાન ટ્રેન હાઇજેકનો પહેલો વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં જાફર એક્સપ્રેસની ચારે બાજુ બીએલએ ફાઇટર્સ જોવા મળી રહ્યા છે. વીડિયોમાં વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. બંધકોને છોડાવવા માટે પાકિસ્તાની સુરક્ષા દળોનું ઓપરેશન સતત ચાલી રહ્યું છે.
બલૂચ લિબરેશન આર્મીએ પાકિસ્તાન ટ્રેન હાઇજેકનો પહેલો વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં જાફર એક્સપ્રેસની ચારે બાજુ બીએલએ ફાઇટર્સ જોવા મળી રહ્યા છે. વીડિયોમાં વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. બંધકોને છોડાવવા માટે પાકિસ્તાની સુરક્ષા દળોનું ઓપરેશન સતત ચાલી રહ્યું છે. ઓછામાં ઓછા ૨૭ આતંકવાદીઓ માર્યા ગયા હતા અને ૧૫૫ મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હતા.
બુધવારે સતત બીજા દિવસે પણ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ રહી હતી. બલૂચ સેનાએ 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. આ અલ્ટીમેટમ બલૂચ કેદીઓને છોડવાનું છે. હાઇજેક થયેલી ટ્રેનને બચાવવાના ચાર પ્રયાસો નિષ્ફળ ગયા છે. છેલ્લા 24 કલાકમાં પાકિસ્તાની સેનાએ આત્મસમર્પણ કરી દીધું છે. આ કાર્યવાહીમાં પાક સેનાના 40થી વધુ સૈનિકો માર્યા ગયા છે. બલૂચ સેનામાં હજુ પણ 180થી વધુ બંધકો છે.
બીએલએ ટ્રેનને કેવી રીતે હાઇજેક કરી?
હકીકતમાં, દરરોજની જેમ, 11 માર્ચે, જાફર એક્સપ્રેસ ક્વેટાથી પેશાવર જવા રવાના થઈ હતી. જ્યારે ટ્રેન બેલોનની ટેકરીમાં એક ટનલમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે 8 સશસ્ત્ર બીએલએ આતંકવાદીઓએ તેના પર હુમલો કર્યો હતો. જાફર એક્સપ્રેસના 9 કોચમાં 500 જેટલા મુસાફરો હતા. બોલન ક્વેટા અને સિબીની વચ્ચે 100 કિલોમીટરથી વધુનો પર્વતીય વિસ્તાર છે.
આ વિસ્તારમાં 17 સુરંગો છે, જેમાંથી રેલવે ટ્રેક પસાર થાય છે. દુર્ગમ ભૂપ્રદેશને કારણે અહીં ટ્રેનની ગતિ ઘણી વાર ધીમી હોય છે. આ દરમિયાન હુમલાખોરોએ પીરુ કુનારી અને ગુડાલારના પહાડી વિસ્તારો પાસે એક સુરંગમાં ટ્રેનને રોકીને તેનું અપહરણ કરી લીધું હતું. જાફર એક્સપ્રેસના 9 કોચમાં 500 જેટલા મુસાફરો હતા. બાદમાં બલુચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ)એ આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.
બીએલએએ પાકિસ્તાની સેનાને આપી ચેતવણી
વિદ્રોહીઓએ મહિલાઓ અને બાળકોને મુક્ત કરાવ્યા હોવાનો દાવો કર્યો હતો, પરંતુ અધિકારીઓએ આ દાવાને નકારી કાઢ્યો હતો, આંતરિક રાજ્યપ્રધાન તલાલ ચૌધરીએ જણાવ્યું હતું કે બંધકોને સુરક્ષા દળોએ મુક્ત કર્યા હતા. બીએલએ દાવો કર્યો હતો કે તેણે ટ્રેનને પાટા પરથી ઉતારીને તેને નિયંત્રિત કરી હતી. બીએલએએ ચેતવણી આપી હતી કે જો પાકિસ્તાની સેના કોઈ પણ ઓપરેશન હાથ ધરશે તો તમામ બંધકોને મારી નાખવામાં આવશે.
બલુચિસ્તાનમાં છેલ્લા એક વર્ષમાં આતંકવાદી હુમલાઓમાં વધારો જોવા મળ્યો છે. ગયા વર્ષે નવેમ્બરમાં ક્વેટા રેલવે સ્ટેશન પર એક આત્મઘાતી હુમલાખોરે પોતાની જાતને ઉડાવી દીધી હતી. આ હુમલામાં 26 લોકોના મોત થયા હતા અને 62 લોકો ઘાયલ થયા હતા. આ પછી, ઘણી સેવાઓ મુલતવી રાખવામાં આવી હતી.