મંગળવાર, ફેબ્રુવારી 4, 2025

ઈ-પેપર

મંગળવાર, ફેબ્રુવારી 4, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતરાજકોટના બૂટલેગરે મંગાવેલ રૂ.71 લાખનો વિદેશી દારૂ વાપી પાસેથી ઝડપાયો

રાજકોટના બૂટલેગરે મંગાવેલ રૂ.71 લાખનો વિદેશી દારૂ વાપી પાસેથી ઝડપાયો

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ભીલાડ ચેકપોસ્ટ પાસે ચેકિંગ દરમિયાન રૂ.91 લાખના મુદ્દામાલ સાથે ચાલકની કરી ધરપકડ : મેગીની આડમાં દારૂ મંગાવનાર રાજકોટના બૂટલેગર અને સપ્લાયર સહિત 3ના નામ ખુલતા શોધખોળ

(આઝાદ સંદેશ) રાજકોટ : મુંબઈ-વાપી હાઈવે ઉપર ભીલાડ ચેકપોસ્ટ પાસે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી રૂા. 71.10 લાખની કિંમતની 10,487 બોટલ વિદેશી દારૂનો જથ્થો તેમજ ટ્રક સહિત રૂા. 91 લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાનના ડ્રાયવરની ધરપકડ કરી હતી. ગોવાથી આ જથ્થો રાજકોટના બુટલેગરે મંગાવ્યો હોય અને મેગીની આડમાં આ દારૂનો જથ્થો રાજકોટ પહોંચે તે પૂર્વે જ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો.મળતી વિગત મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય અને ડિવાયએસપી કે.ટી. કામરિયાની સુચનાથી પીએસઆઈ એસવી ગરચર અને તેમની ટીમે બાતમીના આધારે ભીલાડ ચેકપોસ્ટ ખાતે વોચ ગોઠવી હતી. દરમિયાન મુંબઈ-વાપી હાઈવે પર આરટીઓની ભીલાડ ચેકપોસ્ટ નજીક ટ્રક નં.જીજે 5 એવી 7085ને એસએસીની ટીમે અટકાવ્યો હતો. આ ટ્રકમાં મેગીના બોક્સની આડમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. એસએમસીની ટીમે તપાસ કરતા રૂા. 71.10 લાખની કિંમતનું 10,487 બોટલ વિદેશી દારૂ તેમજ 25 હજારની કિંમતના 250 મેગીના બોક્સ સહિત 91 લાખનો મુદ્દામાલ મળી આવતા કબ્જે કરવામાં આવ્યો હતો. આ સાથે રાજસ્થાનના જાલોર જિલ્લાના સંગવાડાના સુરેશ દેરામારમ પનવારની ધરપકડ કરી હતી.તપાસમાં જાણવા મળ્યું કે, આ દારૂનો જથ્થો રાજકોટના બુટલેગરે મંગાવ્યો હતો અને રાજસ્થાનના શ્રવણ બિશ્ર્નોઈએ આ જથ્થો ગોવાથી મોકલ્યો હતો જેમાં મદદગારી કરનાર શ્રવણના સાગરીત અને રાજકોટદના બુટલેગર સહિત 3 ના નામ ખુલ્યા છે. એસએમસીએ પાડેલા દરોડામાં રાજકોટના બુટલેગર સહિતનાઓની શોધખોળ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર