વિરાટ કોહલી 23 જાન્યુઆરીથી સૌરાષ્ટ્ર સામેની રણજી ટ્રોફી મેચમાં રમશે કે કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી કારણ કે આ દિગ્ગજ ખેલાડીને અચાનક ઈજા થઈ છે. એવા અહેવાલો આવ્યા હતા કે વિરાટ કોહલી ૧૨ વર્ષ પછી દિલ્હી માટે રણજી ટ્રોફી મેચ રમતો જોવા મળી શકે છે.
વિરાટ કોહલીના રણજી મેચમાં ભાગ લેવા અંગેનું સસ્પેન્સ વધુ ઘેરું બન્યું છે કારણ કે આ લેજન્ડરી ખેલાડીને અચાનક જ ઈજા થઈ છે. રિપોર્ટ્સ અનુસાર વિરાટ કોહલીની ગરદનમાં અચાનક મચકોડાઈ ગયો છે. વિરાટ કોહલીના ગળામાં એટલો દુખાવો થઇ રહ્યો છે કે તેને ઇન્જેક્શન લેવું પડ્યું હતું. હવે અહીં મોટો સવાલ એ છે કે શું વિરાટ કોહલી 23 જાન્યુઆરીએ રણજી મેચમાં રમી શકશે? વિરાટ કોહલી 12 વર્ષથી રણજી ટ્રોફી રમ્યો નથી અને તે સૌરાષ્ટ્ર સામે ધમાકેદાર પુનરાગમન કરશે તેમ મનાતું હતુ.
વિરાટ ફિટ હશે તો જ રમશે
વિરાટ કોહલી ભલે 22 જાન્યુઆરીએ મેચ નહીં રમી શકે પરંતુ તે પોતાની આગામી મેચમાં રમશે તેવી આશા છે. ડીડીસીએના એક સૂત્રએ આ જાણકારી આપી છે. હાલ વિરાટ કોહલીને દિલ્હીની ટીમમાં સામેલ કરવા અંગે કોઈ અપડેટ નથી. રાજકોટમાં સૌરાષ્ટ્ર સામેની મેચમાં પણ તે ટીમની સાથે જોડાઈ શકે છે. જો તે મેચ નહીં રમે તો ઓછામાં ઓછું તે ટીમની સાથે રહેશે. ડીડીસીએના એક સૂત્રએ જણાવ્યું હતું કે વિરાટ કોહલીનું નામ દિલ્હીની ટીમમાં રહી શકે છે પરંતુ તેનાથી આગળ ફિટનેસનો વિકલ્પ ઉમેરવામાં આવશે. મતલબ કે જો વિરાટ ફિટ છે તો તે રમી શકે છે.
રિષભ પંત ટીમનું નેતૃત્વ કરશે
વિરાટ કોહલી દિલ્હીની આગામી રણજી મેચમાં રમશે કે નહીં તે સ્પષ્ટ નથી, પરંતુ આ મેચમાં રિષભ પંત રમવાનો છે તે વાત પાક્કી થઇ ગઇ છે. અહેવાલ છે કે આ મેચમાં ઋષભ પંત દિલ્હીની કેપ્ટનશીપ પણ કરશે. ઋષભ પંતે પોતાની છેલ્લી રણજી મેચ 2018માં રમી હતી. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં મળેલી મોટી હાર બાદ બીસીસીઆઇએ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે અનેક કડક નિયમો બનાવ્યા છે, જેમાંથી એક ડોમેસ્ટિક ક્રિકેટને પ્રાધાન્ય આપવાનો પણ છે. નવા નિયમ પ્રમાણે ટીમ ઇન્ડિયાના તમામ ખેલાડીઓએ ડોમેસ્ટિક ક્રિકેટ રમવું પડશે. જો આવું નહીં થાય તો તેમની સામે કાર્યવાહી થઈ શકે છે.