ચુકાદો સરકાર દ્વારા એન.ડી.પી.એસ. એકટના કેસો ચલાવવાની હકુમત ધરાવતી વધુ સ્પેશ્યલ કોર્ટોની નિમણૂંક માટેનું કારણ બન્યો
(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટના ભકિતનગર પોલીસ સ્ટેશનમાં સ્પેશ્યલ ઓપરેશન્સ ગ્રુપ પોલીસ સબ-ઈન્સ્પેકટર એચ.એમ.રાણાએ શાખાના એન.ડી.પી.એસ.એકટની કલમ 8(સી), 20બી (શશ) સી.25 તથા 29 મુજબની ફરીયાદ (1) મેહબુબ ઉસ્માન ઠેબા, (2) ઈલ્યાસ હારુનભાઈ સોરા, (3) જાવેદ ગુલમહમદ દલ, (4) રફીક હબીબભાઈ લોયા વિરૂધ્ધ દાખલ કરેલી હતી. જેમાં પીએસઆઇ રાણાએ જણાવેલું કે પોલીસને મળેલ બાતમીના આધારે જંગલેશ્વર વિસ્તારમાં રેઈડ કરતા કુલ ચાર અલગ અલગ રહેણાંક ઘરોમાં ઉપરોકત ચારેય આરોપીઓના કબ્જામાંથી કુલ 8 થી વધારે કિલોના ચરસના ગઠ્ઠા મળી આવેલ હતા જેને કબ્જે કરી ચારેય આરોપીઓની અટક કરી ગુનો નોંધાયેલ હતો.
જે ગુનાના કામે સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા સદર કામના આરોપીઓને સેશન્સ કોર્ટે 20 વર્ષની સજા તથા તમામ આરોપીઓને વ્યકિતદિઠ રૂપીયા એક લાખનો દંડ ફરમાવેલ હતો. જે હુકમ સામે તમામ આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરેલ હતી તેમજ અપીલના કામે જામીન અરજી દાખલ કરેલ હતી. સુનવણીમાં આરોપીઓ તરફે ગુજરાત હાઈકોર્ટના જાણીતા એડવોકેટ વિરાટભાઈ પોપટ કાઉન્સીલ તરીકે તેમજ એડવોકેટ અમૃતા ભારદ્વાજ મદદનીશ તરીકે દલીલ કરવા હાજર રહેલ હતા અને અરજદારો તરફે જે દલીલ કરવામાં આવેલ હતી તે દલીલનો મુખ્ય આધાર કલમ પર (એ) ની મેન્ડેટરી જોગવાઈ ભંગ થયા હોવા પર રાખવામાં આવેલ હતો. અરજદાર પક્ષ દ્વારા પોતાની દલીલના સમર્થનમાં સર્વોચ્ચ અદાલતના તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટના વિવિધ લેન્ડ માર્ક ચુકાદાઓ રજુ રાખવામાં આવેલ હતા.
જે સમગ્ર રજુઆતો કરી તમામ અરજદારોને જામીન મુકત કરવા એડવોકેટ વિરાટભાઈ પોપટે નામદાર હાઈકોર્ટેને વિનંતી કરેલ હતી. ઉપરોક્ત દલીલો દરમ્યાન આ કામમાં રજુ કરેલ દસ્તાવેજી પુરાવા લીસ્ટ, સદર કેસના પંચો, તમામ સાહેદો તથા તપાસ કરનાર અમલદારની કોર્ટ સમક્ષની જુબાની, તેમજ રજુ રાખવામાં આવેલી સુપ્રીમ કોર્ટ તેમજ ગુજરાત હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાને લઈને ગુજરાત હાઈકોર્ટે સેશન્સ કોર્ટના ચુકાદાને સસ્પેન્ડ કરી આ કામના ચારેય આરોપીઓને શરતોને આધીન જામીન પર મુકત કરેલ હતા.
આ કામના આરોપીઓ મેહબુબ ઉસ્માન ઠેબા, ઈલ્યાસ હારુનભાઈ સોરા, જાવેદ ગુલમહમદ દલ, રફીક હબીબભાઈ લોયા તરફે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સનાં અંશ ભારદ્વાજ, ધી2જ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉઘરેજા, તારક સાવંત, શ્રેયસ શુકલ, ચેતન પુરોહીત તથા ગુજરાત હાઈકોર્ટમા કાઉન્સીલ તરીકે એડવોકેટ વિરાટ પોપટ તેમજ મદદનીશ તરીકે એડવોકેટ અમૃતા ભારદ્વાજ રોકાયેલ હતા.