ગુરુવાર, ડિસેમ્બર 12, 2024

ઈ-પેપર

ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયયુસીસીના અમલીકરણ માટે રાજ્યોને માર્ગદર્શિકા? સંસદમાં સરકારનો શું જવાબ હતો?

યુસીસીના અમલીકરણ માટે રાજ્યોને માર્ગદર્શિકા? સંસદમાં સરકારનો શું જવાબ હતો?

દેશમાં સમાન નાગરિક સંહિતાના અમલ માટે રાજ્યોને જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અંગે કાયદા પ્રધાને સંસદમાં પોતાનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે હાલ રાજ્યોને આવી ગાઈડલાઈન્સ હજુ સુધી આપવામાં આવી નથી.

 લોકસભામાં સરકારને એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું તેણે દેશના જુદા જુદા રાજ્યોમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે માર્ગદર્શિકા જારી કરી છે? આના પર કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે, ભારત સરકાર દ્વારા સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે રાજ્ય સરકારોને આવી કોઈ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી.

આ પ્રકારની તમામ માહિતી ખોટી છે. બંધારણના ઘડવૈયા બી. આર. આંબેડકરનો ઉલ્લેખ કરતાં તેમણે બંધારણ સભામાં પ્રસ્તુત જોગવાઈઓ રજૂ કરીને કહ્યું હતું કે દેશમાં એક સમાન કાયદા સંહિતા છે, જે માનવીય સંબંધોના લગભગ દરેક પાસાને આવરી લે છે. તેમણે કહ્યું કે લગ્ન અને ઉત્તરાધિકારના અધિકારોને નાગરિક કાયદા હેઠળ આવરી લેવામાં આવતા નથી. દાખલા તરીકે, લગ્ન કરવાના અધિકાર વિશે તમામ ધર્મોમાં અલગ અલગ નિયમો જણાવવામાં આવ્યા છે. જેમ કે, બંધારણના ભાગ રૂપે આર્ટિકલ 35 (હવે આર્ટિકલ 44) નો ડ્રાફ્ટ આપવામાં આવ્યો છે.

કયા અધિકારો યુનિફોર્મ કોડમાં નથી?

સમાન નાગરિક સંહિતા એટલે દેશના તમામ નાગરિકો માટે એક સમાન કાયદો જે ધર્મ આધારિત નથી. અંગત કાયદો અને વારસા, દત્તક લેવા અને ઉત્તરાધિકારને લગતા કાયદાઓ સામાન્ય સંહિતા હેઠળ આવે તેવી શક્યતા છે. હાલ આ અંગે કોઇ ફેરફાર કરવામાં આવ્યા નથી. આ વર્ષે સ્વતંત્રતા દિવસના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે યુનિફોર્મ કોડને લઇને અનેક નિર્દેશ આપ્યા છે.

તેમણે આર્ટિકલ ૪૪ નો ઉલ્લેખ કર્યો જે રાજ્યની નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આવે છે. તેમણે કહ્યું કે બંધારણની ભાવના પણ આવા સમાન કોડને પ્રોત્સાહિત કરે છે. સમગ્ર ભારતમાં નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા સુનિશ્ચિત કરવી એ રાજ્યની ફરજ છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, “આપણા બંધારણના નિર્માતાઓના સપનાઓને પૂરા કરવાની જવાબદારી આપણી છે. મને લાગે છે કે આ વિષય પર ગંભીર ચર્ચા થવી જોઈએ.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર