ગુરુવાર, નવેમ્બર 21, 2024

ઈ-પેપર

ગુરુવાર, નવેમ્બર 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeબિઝનેસતારીખ બદલાતા જ ભારતની લક્ઝરી એરલાઈન બની ગઈ ઈતિહાસ, હવે બનશે નવી...

તારીખ બદલાતા જ ભારતની લક્ઝરી એરલાઈન બની ગઈ ઈતિહાસ, હવે બનશે નવી ઓળખ

Date 11-11-2024: આજે રાત્રે મધરાતથી એટલે કે 11 નવેમ્બરથી વિસ્તારાની ફ્લાઈટને તે નામથી જાણી શકાશે નહીં. જેની શરૂઆત 5 જાન્યુઆરી 2015ના રોજ થઈ હતી. એરલાઇને દિલ્હીથી મુંબઇ માટે તેની પ્રથમ સ્થાનિક ફ્લાઇટ શરૂ કરી હતી. અત્યાર સુધી આ એરલાઈન લગભગ 350 ફ્લાઈટ્સ દ્વારા દરરોજ 50 હજારથી વધુ મુસાફરોને સેવા આપતી હતી.

11-12 નવેમ્બર 2024 ની મધ્યરાત્રિ ભારતીય ઉડ્ડયન ક્ષેત્ર માટે, ખાસ કરીને વિસ્તારા એરલાઇન્સ માટે ઐતિહાસિક હતી. 11 નવેમ્બરની રાત્રે વિસ્તારાની યાત્રા પૂરી થઈ અને એરલાઈન એર ઈન્ડિયામાં વિલીન થઈ ગઈ. આ મર્જર બાદ વિસ્તારાના 6500 સ્ટાફ, 70 એરક્રાફ્ટ અને તેની તમામ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ એર ઇન્ડિયાના બેનર હેઠળ કામ કરવા લાગી હતી. હવે જ્યારે એરલાઈન ઈન્ડસ્ટ્રીના ઈતિહાસના પાના ફેરવવામાં આવશે ત્યારે ચોક્કસથી વિસ્તારાનો ઉલ્લેખ થશે. એરલાઇન કંપનીએ ૨૦૧૩ માં ટાટા સન્સ અને સિંગાપોર એરલાઇન્સના સંયુક્ત સાહસ તરીકે શરૂઆત કરી હતી.

Read: શું હવે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવશે? ઝેલેન્સકી બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પુતિન સાથે વાત કરી

વિસ્તારાએ 2015માં તેની પ્રથમ ઉડાન ભરી હતી

વિસ્તારાએ 5 જાન્યુઆરી, 2015ના રોજ દિલ્હી અને મુંબઇ વચ્ચે તેની પ્રથમ ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ કરી હતી અને તે આ રૂટ પર તેની છેલ્લી ફ્લાઇટ ઉડાન ભરે તેવી શક્યતા છે. વિસ્તારાએ 6 ઓગસ્ટ, 2019 ના રોજ દિલ્હીથી સિંગાપોરની ફ્લાઇટ્સ સાથે તેની આંતરરાષ્ટ્રીય સેવાઓ શરૂ કરી હતી. આ એરલાઇન દરરોજ આશરે 350 ફ્લાઇટ્સમાં 50,000થી વધુ મુસાફરોને સેવા આપતી હતી. જોકે 2022માં એર ઇન્ડિયા સાથે મર્જરની જાહેરાત બાદ હવે 12 નવેમ્બરથી વિસ્તારાનું સંચાલન એર ઇન્ડિયા કરશે.

કંપનીએ પૂર્ણ આયોજન કર્યું છે

વિસ્ટારાએ મર્જર બાદ સંભવિત મુસાફરોની મુશ્કેલી ઓછી કરવા માટે પૂરી તૈયારી કરી લીધી છે. ટિકિટો અપડેટ કરવામાં આવી છે, અને થોડા દિવસો માટે, જે મુસાફરોએ વિસ્તારાના નામે ટિકિટ ખરીદી છે, તેમને એઆઈ -2 કોડ સાથે બોર્ડિંગ પાસ મળશે, પરંતુ તેમની તમામ ફ્લાઇટ્સ એર ઇન્ડિયા હેઠળ કાર્યરત રહેશે. ખાસ કરીને દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુ, ચેન્નાઈ અને અન્ય મોટા એરપોર્ટ પર મુસાફરોને મદદ કરવા માટે એર ઈન્ડિયાના કર્મચારીઓ ઉપલબ્ધ રહેશે, જેથી મુસાફરોને રિશેડ્યુલિંગ, ફ્લાઇટ લેટ જેવી સમસ્યાઓનો સામનો ન કરવો પડે.

તેમને આ સુવિધા નહીં મળે

વિસ્તારાના વિમાનોનો લોગો પણ ધીરે ધીરે એર ઇન્ડિયાના લોગોમાં બદલવામાં આવશે. વિસ્તારાના એરક્રાફ્ટ કોડ 12 નવેમ્બરથી એર ઇન્ડિયા હેઠળ હશે, અને વિસ્તારાની બ્રાન્ડ ધીમે ધીમે ગાયબ થઇ જશે. મર્જર બાદ વિસ્તારાના મુસાફરોને એર ઇન્ડિયાના કાઉન્ટર્સ પર સેવા આપવામાં આવશે. જો કે, હાલ વિસ્તારાના મુસાફરોને લાઉન્જ જેવી વધારાની સુવિધા ઉપલબ્ધ નહીં હોય.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર