રવિવાર, ઓગસ્ટ 31, 2025

ઈ-પેપર

રવિવાર, ઓગસ્ટ 31, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીય25 દેશોના 'ઈસ્લામિક નાટો', બદલશે વૈશ્વિક સમીકરણ... ભારત પર શું અસર થશે?

25 દેશોના ‘ઈસ્લામિક નાટો’, બદલશે વૈશ્વિક સમીકરણ… ભારત પર શું અસર થશે?

Date 30-10-2024 Nato એર્દોગન ‘મુસ્લિમ નાટો’ રચવા માટે દરેક મુસ્લિમ દેશનો સંપર્ક કરી રહ્યા છે. જેમને લાગે છે કે ઇઝરાયેલ તેમના માટે ખતરો બની શકે છે. થોડા દિવસ પહેલા આયતોલ્લાહ અલી ખામેનીએ દુનિયાના તમામ મુસ્લિમ દેશોને અપીલ કરી હતી કે તેઓ પોતાના મતભેદોને બાજુએ મૂકીને ઈઝરાયેલ સામે એકજૂટ થઈ જાય. મુસ્લિમ નાટો જેવું સંગઠન હજુ અસ્તિત્વમાં નથી, પરંતુ તેને બનાવવા માટે ગંભીર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

અત્યાર સુધીમાં તમે નાટો નામ સાંભળ્યું જ હશે. એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન જે 4 એપ્રિલ, 1949થી અસ્તિત્વમાં છે. આ સંગઠનના 32 દેશ છે. આ જ તર્જ પર હવે એક નવા સંગઠનની તૈયારી ચાલી રહી છે, જેનું નામ મુસ્લિમ નાટો રાખી શકાય. શું અરબના બે મોટા દુશ્મન ભેગા થવા જઈ રહ્યા છે, ઈરાન અને સાઉદી અરબ હાથ મિલાવવા જઈ રહ્યા છે? ૨૫ મુસ્લિમ દેશોના ઇસ્લામિક ‘નાટો’ લશ્કરી જોડાણની રચના વૈશ્વિક સમીકરણને બદલવા જઈ રહી છે?

Read: યુનુસ સરકારે આ ટાપુને લઈને લીધો મોટો નિર્ણય, જેના કારણે થયો હતો બળવો

મધ્ય પૂર્વ એક યુદ્ધનું મેદાન રહ્યું છે. આરબ દેશોમાં આગ લાગી છે. મોટાભાગના આરબ દેશો એકબીજા સાથે દુશ્મનાવટ રાખે છે, પરંતુ હવે આ દુશ્મનાવટનો અંત આવી શકે છે. એવું પણ બની શકે કે જો ઈઝરાયેલ ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કરે તો ઈરાનની સેનાને તુર્કિયે, ઈરાક કે સાઉદી અરેબિયાની તાકાતનો સામનો કરવો પડે. અથવા તો એવું પણ બની શકે છે કે જો અમેરિકા ફરીથી કોઈ મુસ્લિમ દેશ પર ઈરાક જેવા પરમાણુ હથિયારો રાખવાનો આરોપ લગાવીને સૈન્ય કાર્યવાહી કરશે તો દુનિયાના 25 મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોની સેના મહાસત્તા સામે મુઠ્ઠીની જેમ એકઠી થઈ જશે.

વિશ્વના 25 શક્તિશાળી મુસ્લિમ દેશો નાટો જેવું સૈન્ય ગઠબંધન રચવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેને ‘ઇસ્લામિક નાટો’, મુસ્લિમ નાટો અથવા મુસ્લિમ મિલિટરી અલાયન્સ ઓર્ગેનાઇઝેશન એટલે કે એમએમએઓ કહેવામાં આવી રહ્યું છે, જો આવું થાય છે તો તે નાટો પછી વિશ્વનું બીજું સૌથી મોટું સૈન્ય જોડાણ હશે. સાઉદી અરેબિયા, પાકિસ્તાન, તુર્કી, ઇજિપ્ત, સંયુક્ત આરબ અમીરાત (યુએઇ), જોર્ડન, બહેરીન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને મલેશિયા એવા 10 મુખ્ય મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો છે જે નવા ‘મુસ્લિમ નાટો’ના મુખ્ય સભ્યો બની શકે છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર