દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ પર ચિંતા વ્યક્ત કરતા કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે આ દેશોમાં ફસાયેલા ભારતીયોને વહેલી તકે બહાર કાઢવામાં આવે.
આમ આદમી પાર્ટી (આપ)ના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેના યુદ્ધ પર ચિંતા વ્યક્ત કરી હતી અને કેન્દ્ર સરકારને આ દેશોમાં ફસાયેલા ભારતીયોને વહેલી તકે બહાર કાઢવાની અપીલ કરી હતી. કેન્દ્ર સરકારે આ માટે ખાસ મિશન ચલાવવાની પણ માંગ કરી છે.
કોણ છે ટીમ ઇન્ડિયાનો ‘ગજિની’? રોહિત શર્માએ રહસ્ય ખોલ્યું; જાણીને ચોંકી જશો
તેની એક્સ પોસ્ટમાં લખ્યું છે, ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે. ભારતમાં ઘણા પરિવારો ચિંતિત છે કારણ કે તેમના પરિવારના સભ્યો આ દેશોમાં કામ કરી રહ્યા છે. હું ભારત સરકારને નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે, તેઓ ત્યાં રહેતા એ તમામ ભારતીયોને, જેઓ પાછા આવવા માંગે છે, તેમને મિશન મોડમાં શક્ય તેટલી વહેલી તકે પાછા લાવવાની વ્યવસ્થા કરે. પોતાની પોસ્ટમાં બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં સંબંધો સુધારવાની વાત કરતા તેમણે લખ્યું કે મને આશા છે કે આ દેશોમાં સ્થિતિ જલ્દી સુધરશે અને દુનિયામાં શાંતિ સ્થાપિત થશે.
ભારતનું તટસ્થ વલણ
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે તણાવમાં ભારત સરકારે આ મામલેથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. આવી બાબતોમાં ભારતનું વલણ તટસ્થ રહે છે. જો કે પીએમ મોદીએ થોડા દિવસ પહેલા ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરી હતી. ઘણા ભારતીયો ઇરાન અને ઇઝરાઇલમાં કામ કરે છે. હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ બાદ ઇઝરાયેલે પેલેસ્ટાઇનના લોકોને દેશમાં કામ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યાર બાદ ઇઝરાયલે ભારત સરકાર સાથે કરાર કર્યો હતો, જે અંતર્ગત ભારતમાંથી લોકો કામ માટે સરળતાથી ઇઝરાયલ જઇ શકે છે.
ઈરાને 1 ઓક્ટોબરની રાતે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો, જેમાં 400 બેલિસ્ટિક મિસાઈલ છોડવામાં આવી હતી. હિઝબુલ્લાહના પ્રમુખ નસરાલ્લાહના મૃત્યુ બાદથી એવું માનવામાં આવતું હતું કે ઇરાન ઇઝરાયેલ પર હુમલો કરી શકે છે. ઈરાન તરફથી મિસાઈલ છોડવામાં આવી તે પહેલા જ ઈઝરાયેલને હુમલાની આશંકા હતી.