ગુરુવાર, નવેમ્બર 21, 2024

ઈ-પેપર

ગુરુવાર, નવેમ્બર 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeબિઝનેસવિશ્વના 5 અબજપતિઓએ માત્ર સાડા છ મહિનામાં 220 અબજ ડોલરની કરી કમાણી

વિશ્વના 5 અબજપતિઓએ માત્ર સાડા છ મહિનામાં 220 અબજ ડોલરની કરી કમાણી

આ વર્ષની કમાણીમાં ટોચના 5 અબજપતિઓએ અનેક દેશોની જીડીપી કરતા વધુ સંપત્તિ બનાવી : ગૌતમ અદાણીએ પણ તેમની સંપત્તિમાં 22.3 અબજ ડોલરનો ઉમેરો કર્યો

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : વિશ્વના 10 અબજોપતિઓ પર આ વર્ષે ડોલરનો વરસાદ થયો છે. જેમાંથી 9 અમેરિકાના છે. આ યાદીમાં અન્ય દેશના એકમાત્ર અબજોપતિ ભારતના ગૌતમ અદાણી છે, જેમને આ વર્ષે દેવી લક્ષ્મીની કૃપા મળી છે. આ વર્ષની કમાણીમાં ટોચના 5 અબજોપતિઓ એવા છે જેમણે ઘણા દેશોની જીડીપી કરતાં વધુ સંપત્તિ બનાવી છે. બીજી તરફ, આ વર્ષે ગૌતમ અદાણીએ તેમની સંપત્તિમાં 22.3 અબજ ડોલર અને લેરી એલિસને 27.5 અબજ ડોલર ઉમેર્યા છે તો સર્ગેઈ બ્રિને 26.9 અબજ ડોલર અને સ્ટીવ બાલ્મરે લગભગ 22 અબજ ડોલર ગુમાવ્યા.
માત્ર સાડા છ મહિનામાં વિશ્ર્વના માત્ર 5 અબજપતિઓએ 220 અબજ ડોલરની કમાણી કરી છે. આમાં સૌથી વધુ કમાણી કરનાર જેન્સન હુઆંગ છે. તેઓએ આ વર્ષે અત્યાર સુધીમાં 71.7 અબજ ડોલરની કમાણી કરી છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના તાજેતરના રેન્કિંગ અનુસાર, હુઆંગ 116 અબજ ડોલરની નેટવર્થ સાથે 11મા સૌથી ધનિક વ્યક્તિ છે. જે દેશોની જીડીપી તેમની સાડા છ મહિનાની કમાણી કરતાં ઓછી છે, તેમાં ગિની (70 અબજ ડોલર), નિકારાગુઆ (67 અબજ ડોલર), તાજિકિસ્તાન (65 અબજ ડોલર), બોત્સ્વાના (63 અબજ ડોલર) સહિતના ઘણા દેશો છે. મેટા સીઇઓ માર્ક ઝુકરબર્ગ આ વર્ષે કમાણીમાં બીજા સ્થાને છે. વિશ્ર્વના ચોથા સૌથી અમીર વ્યક્તિ ઝુકરબર્ગે આ વર્ષે તેમની સંપત્તિમાં 51 અબજ ડોલરનો ઉમેરો કર્યો છે. હવે તેની પાસે 179 અબજ ડોલરની નેટવર્થ છે. જે દેશોની 2024માં અંદાજિત જીડીપી તેમની સાડા છ મહિનાની કમાણી કરતાં ઓછી છે તેમાં કિર્ગિસ્તાન, મોલ્ડોવા, ચાડ, માલાવી, જમૈકા, કોંગો રિપબ્લિક, નાઈજીરિયા વગેરેનો સમાવેશ થાય છે. માઈકલ ડેલ આ વર્ષની કમાણીમાં ત્રીજા સ્થાને છે. આ વર્ષે તેમની કુલ સંપત્તિ 37.2 અબજ ડોલર વધીને 116 અબજ ડોલર થઈ છે. વિશ્ર્વના 12મા સૌથી અમીર વ્યક્તિ રઈસ ડેલની આ વર્ષની કમાણી ઘણા દેશોના જીડીપીને પાછળ છોડી ગઈ છે. આ દેશોમાં ટોગો, સિએરા લિયોન, બહામાસ, ભૂતાન, સુરીનામ વગેરેનો સમાવેશ થાય છે. કમાણીમાં ચોથા સ્થાને લેરી પેજ અને પાંચમા સ્થાને એમેઝોનના ભૂતપૂર્વ સીઈઓ જેફ બેઝોસ છે. વિશ્ર્વના અમીરોની યાદીમાં જેફ બેઝોસ પ્રથમ ક્રમે છે. આ વર્ષે તેઓએ 29.3 અબજ ડોલરની કમાણી કરી છે. તેમની કુલ સંપત્તિ 206 અબજ ડોલર છે. જ્યારે, લેરી પેજ પાસે 157 અબજ ડોલરની સંપત્તિ છે. આ વર્ષે તેમની સંપત્તિમાં 30.8 અબજ ડોલરનો વધારો થયો છે. ૂજ્ઞહિમયભજ્ઞક્ષજ્ઞળશભત.ભજ્ઞળ પર આપવામાં આવેલા ડેટા અનુસાર, વિશ્ર્વના ઘણા દેશોની જીડીપી તેમની સાડા છ મહિનાની કમાણી કરતા ઓછી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર