મંગળવાર, જુલાઇ 1, 2025

ઈ-પેપર

મંગળવાર, જુલાઇ 1, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeધાર્મિક9મી એપ્રિલથી શરૂ થઇ રહ્યું છે હિન્દુ નવું વર્ષ, જાણો આ દિવસનું...

9મી એપ્રિલથી શરૂ થઇ રહ્યું છે હિન્દુ નવું વર્ષ, જાણો આ દિવસનું શું હોય છે મહત્વ ?

હિન્દુ નવું વર્ષ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. હિન્દુ નવા વર્ષની શરૂઆત ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિથી માનવામાં આવે છે. હાલમાં હિન્દુ કેલેન્ડરનો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે. આ છેલ્લો મહિનો ફાગણ માસ તરીકે ઓળખાય છે.

સામાન્ય રીતે ચૈત્ર મહિનો માર્ચના અંતમાં અથવા એપ્રિલની શરૂઆતમાં શરૂ થાય છે. વર્ષ 2024માં 26મી માર્ચથી ચૈત્ર માસનો પ્રારંભ થયો છે. બ્રહ્માજીએ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપ્રદા તિથિએ સૃષ્ટિની શરૂઆત કરી, તેથી ચૈત્ર હિન્દુ નવ વર્ષનો પ્રથમ મહિનો બન્યો. હિન્દુ વર્ષમાં 12 મહિના હોય છે, જેમાં પહેલો મહિનો ચૈત્ર, વૈશાખ, જ્યેષ્ઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, કારતક, માર્ગશર, પોષ, મહા અને છેલ્લો મહિનો ફાગણ છે.

હિન્દુ પંચાંગનું નવું વર્ષ

અંગ્રેજી કેલેન્ડર મુજબ નવું વર્ષ 1 જાન્યુઆરીથી શરૂ થાય છે. પરંતુ હિન્દુ નવું વર્ષ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. હિન્દુ કેલેન્ડર મુજબ નવું વર્ષ 2081 વર્ષ 2024માં માન્ય રહેશે. જે 9 એપ્રિલ મંગળવારથી શરૂ થશે.

સંવતનો અર્થ શું છે ?

વિક્રમ સંવત એ ભારતીય ઉપખંડમાં હિન્દુઓ અને શીખો દ્વારા અનુસરવામાં આવતી કેલેન્ડર પદ્ધતિ છે, જેમાં ‘સંવત’ નો અર્થ થાય છે વર્ષ. સમ્રાટ વિક્રમાદિત્યએ 57 બીસીમાં તેની પ્રથા શરૂ કરી હતી. નિષ્ણાતોના મતે વિક્રમ સંવત 2081 મંગળ અને શનિના અધિપતિ હોવાને કારણે આ વર્ષ ઉથલપાથલનું રહેશે. ભારતમાં આંતરિક સંઘર્ષ વધવાની સંભાવના છે. દેશની અર્થવ્યવસ્થા સુધરશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર