આજે દશેરા અને 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિના સુભગ સન્મવય પર બનાસકાંઠા જિલ્લાને નવા તાલુકાની ભેટ મળી છે. દાંતા તાલુકામાંથી હડાદને નવો તાલુકો જાહેર કરાયા બાદ આજે ગાંધીજયંતિના દિવસે હડાદ તાલુકાનું અમલીકરણ શરૂ કરાયું છે. આદિવાસી વિસ્તાર એવા દાંતા તાલુકામાં 186 ગામડાઓનો સમાવેશ થાય છે જેમાં 74 ગામ અને 19 પંચાયત સાથે હડાદને નવો તાલુકો જાહેર કરવામાં આવ્યો છે. આજે ગાંધી જયંતિના દિવસે હડાદ તાલુકા મથકે દાંતાના મદદનીશ કલેકટર, મામલતદાર, TDO સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં હડાદ ખાતે મામલતદાર કચેરી,તાલુકા પંચાયત કચેરી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીને ખુલ્લી મુકવામાં આવી.


