સોમવાર, સપ્ટેમ્બર 16, 2024

ઈ-પેપર

સોમવાર, સપ્ટેમ્બર 16, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયભારતની સરખામણીએ ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં સોનાનો ભાવ શું છે? અહીં મળશે...

ભારતની સરખામણીએ ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં સોનાનો ભાવ શું છે? અહીં મળશે સસ્તું સોનું

છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી વધુ સોનું ખરીદનારા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાનું સૌથી મોંઘુ સોનું માત્ર ભારતમાં જ વેચાય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં 24 કેરેટ સોનાની સરેરાશ કિંમત 10 ગ્રામ 67,700 રૂપિયાની આસપાસ છે, જ્યારે ભારતમાં તે 72,905 રૂપિયાની આસપાસ છે.

અહીં મેળવો સસ્તું સોનું
છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી વધુ સોનું ખરીદનારા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાનું સૌથી મોંઘુ સોનું માત્ર ભારતમાં જ વેચાય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં 24 કેરેટ સોનાની સરેરાશ કિંમત 10 ગ્રામ 67,700 રૂપિયાની આસપાસ છે, જ્યારે ભારતમાં તે 72,905 રૂપિયાની આસપાસ છે. મ્યાનમારને બાદ કરતા આપણા પાડોશી દેશોમાં સોનાનો ભાવ ઓછો છે. પાકિસ્તાન, ચીન, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકામાં સોનાના ભાવ ભારત નીચા છે.

આ પણ વાંચો: મ્યુનિ. કમિશનરએ બદલીનો સાવરણો ફેરવ્યો : વોટર…

માંગમાં સતત વધારો થઈ રહ્યો છે
જોકે ભારતમાં સોનું આંતરરાષ્ટ્રીય બજારમાંથી લગભગ 3800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘું છે, પરંતુ અહીં હજુ પણ સોનાની માંગ વધી રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના એક રિપોર્ટ અનુસાર, ભારતમાં આ વર્ષે સોનાનો વપરાશ 850 ટન સુધી પહોંચી શકે છે, જે ગયા વર્ષ કરતા 13 ટકા વધારે છે. ગયા વર્ષે સ્થાનિક બજારમાં 750 ટન સોનું વેચાયું હતું. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે સોનાની માગ વધવાનું મુખ્ય કારણ ભારતની વધતી વસ્તી અને લોકોની વધતી આવક છે. આ સાથે જ સોનું આજે પણ ઘણા રોકાણકારો માટે સુરક્ષિત રોકાણ છે. રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું છે?

આ પણ વાંચો: દેશની બેંકોમાં પૈસા 2.86 લાખ કરોડથી ઘટીને 0.95 લાખ કરોડ બચ્યા છે વાંચો કારણ ફટાફટ

વાણિજ્ય મંત્રાલયના આંકડા અનુસાર, ભારતે 2023-24માં 3.8 લાખ કરોડ રૂપિયાના સોનાની આયાત કરી હતી, જે 2022-23ની સરખામણીએ 30 ટકા વધારે છે. ભારત સૌથી વધુ સોનું સ્વિટ્ઝરલેન્ડથી ખરીદે છે, ત્યારબાદ યુએઈ અને દક્ષિણ આફ્રિકાનો નંબર આવે છે. દેશની કુલ આયાતમાં સોનાનો હિસ્સો 5 ટકા છે. આ વર્ષના બીજા છમાસિક ગાળામાં સોનાની માગમાં 40 ટકા સુધીનો વધારો થવાનો અંદાજ છે.

પાડોશી દેશમાં સોનાના ભાવ
ચીનમાં સોનાની કિંમત આપણા પાડોશી દેશોમાં સૌથી ઓછી છે, જ્યાં 24 કેરેટ સોનાની સરેરાશ કિંમત 67,737 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. પાકિસ્તાનમાં સોનું 68,272 રૂપિયા, શ્રીલંકામાં 68,281 રૂપિયા, નેપાળમાં 68,292 રૂપિયા, બાંગ્લાદેશમાં 68,297 રૂપિયા અને મ્યાનમારમાં 1,02,138 રૂપિયા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર