તબાહી બાદ મંગળવારે શેરબજાર ફરી ચમકતા પર આવી ગયું છે. સેન્સેક્સમાં 1100 અંકોનો વધારો થયો છે, જ્યારે નિફ્ટી 22,500 અંકો પર ખુલ્યો છે. સોમવારે લગભગ ૩ ટકા તૂટ્યા બાદ દલાલ સ્ટ્રીટ આજે લીલીછમ દેખાઈ રહી છે. સેન્સેક્સની 30માંથી 29 કંપનીઓમાં વધારો જોવા મળી રહ્યો છે.
તબાહી બાદ મંગળવારે શેરબજાર ફરી ચમકતા પર આવી ગયું છે. સેન્સેક્સમાં 1100 અંકોનો વધારો થયો છે, જ્યારે નિફ્ટી 22,500 અંકો પર ખુલ્યો છે. સોમવારે શેરબજારમાં જોરદાર વેચવાલી બાદ આજે એટલે કે મંગળવારે બજારમાં તેજી જોવા મળી રહી છે. દલાલ સ્ટ્રીટ પર સેન્સેક્સની 30માંથી 29 કંપનીઓમાં તેજી જોવા મળી રહી છે. સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી બજારનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ લગભગ 1.66 ટકાના વધારાની સાથે 74,352.56 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ટેરિફની અસર સમગ્ર દુનિયા પર પડી રહી છે. ગઈ કાલે ભારતીય બજાર ખુલતાની સાથે જ 3000 પોઈન્ટનો કડાકો બોલ્યો હતો. 2024ની ચૂંટણી પછીનો આ સૌથી મોટો એક દિવસનો ઘટાડો હતો. પરંતુ આજે શેર બજારે પોતાની ચાલ બદલી છે. મંગળવારે બજાર ખુલતાની સાથે જ દલાલ સ્ટ્રીટ લીલીછમ થઈ ગઈ હતી. સેન્સેક્સ 1000 પોઇન્ટથી વધુ ઉછળ્યો હતો.
શેરબજારમાં આજે ચમકારો જોવા મળી રહ્યો છે. પરંતુ ગઇકાલે 7 એપ્રિલ 2025ને સોમવારના રોજ બજારનાં હોશ ઉડી ગયા હતા. શેરબજારમાં વર્ષનો બીજો મોટો ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 2226 અંક એટલે કે 2.95 ટકા ઘટીને 73137 ના સ્તર પર બંધ થયો છે. તે જ સમયે, નિફ્ટી 742 અંક એટલે કે 3.24 ટકાના વધારા સાથે 22,161 ના સ્તર પર બંધ થયા છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30માંથી 29 શેરમાં ઘટાડો નોંધાયો હતો.
ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ અને લાર્સન એન્ડ ટુબ્રોના શેરમાં 7 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. ઝોમેટોનો શેર 0.17 ટકા વધીને બંધ રહ્યો હતો. એનએસઈના સેક્ટરલ ઈન્ડેક્સમાં નિફ્ટી મેટલ સૌથી વધુ 6.75 ટકા સુધી તૂટ્યો હતો. રિયલ્ટીમાં 5.69 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ઓટો, ફાર્મા, સરકારી બેન્ક, ઓઇલ એન્ડ ગેસ અને આઇટી સેક્ટરમાં 4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. પરંતુ, મંગળવારે સેન્સેક્સના 30માંથી 29 શેરોમાં તેજી જોવા મળી રહી છે.