સોમવાર, સપ્ટેમ્બર 16, 2024

ઈ-પેપર

સોમવાર, સપ્ટેમ્બર 16, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયયુક્રેન સાથેના યુદ્ધમાં થાકીને હારેલા પુતિનને શાંતિની જરૂર, ભારત તરફ નજર

યુક્રેન સાથેના યુદ્ધમાં થાકીને હારેલા પુતિનને શાંતિની જરૂર, ભારત તરફ નજર

રશિયા અને યુક્રેન વચ્ચે 2 વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેન રશિયાની સામે ઉભો છે. તે રશિયાના દરેક હુમલાનો જવાબ આપી રહ્યો છે. તો બીજી તરફ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સહિત દુનિયાના અનેક નેતાઓ આશા રાખી રહ્યા છે કે ભારત આ ક્ષેત્રમાં શાંતિ લાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે.

યુક્રેન સાથેના યુદ્ધ બાદ દુનિયાના ઘણા દેશોએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર પ્રતિબંધ લગાવી દીધા છે. બીજી તરફ રશિયાને યુદ્ધમાં ખાસ સફળતા મળતી દેખાતી નથી. 2 વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને યુક્રેન યુદ્ધના મેદાનમાં ઉભું છે. આ દરમિયાન પુતિને બ્રિક્સ દેશોને આશા વ્યક્ત કરી છે કે તેઓ શાંતિ મંત્રણામાં મધ્યસ્થી તરીકે કામ કરી શકે છે. બ્રિક્સ એ બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા એમ પાંચ દેશોનું જૂથ છે.

આ પણ વાંચો: દેશની બેંકોમાં પૈસા 2.86 લાખ કરોડથી ઘટીને 0.95 લાખ કરોડ બચ્યા છે વાંચો કારણ ફટાફટ

ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે, ચીન, ભારત અને બ્રાઝીલ યુક્રેન પર સંભવિત શાંતિ વાર્તામાં મધ્યસ્થી તરીકે કામ કરી શકે છે. પુતિને કહ્યું હતું કે યુદ્ધના પ્રથમ સપ્તાહમાં ઇસ્તંબુલમાં થયેલી વાટાઘાટો રશિયન અને યુક્રેનના વાટાઘાટકારો વચ્ચે સમજૂતી પર પહોંચી હતી જેનો ક્યારેય અમલ થયો નહોતો. તેના આધારે વાટાઘાટો થઈ શકે છે.

પીએમ મોદીની યુક્રેન યાત્રા પર રશિયાએ આપ્યું નિવેદન
પીએમ મોદીએ હાલમાં જ યુક્રેનની મુલાકાત લીધી હતી. તેમની યાત્રા આખી દુનિયાની આંખો હતી. પીએમ મોદીની આ મુલાકાત પર રશિયાએ પણ પ્રતિક્રિયા આપી હતી. રશિયાના વિદેશ મંત્રાલયે મોદીની આ મુલાકાતને યુક્રેન સંકટના રાજકીય અને રાજદ્વારી સમાધાન તરફનો વ્યવહારિક પ્રયાસ ગણાવ્યો હતો.

કિર્બીને પૂછવામાં આવ્યું કે શું તેમને લાગે છે કે ભારત યુદ્ધ સમાપ્ત કરવામાં ભૂમિકા ભજવી શકે છે. કિર્બીએ જણાવ્યું હતું કે, “કોઈપણ દેશ જે આ યુદ્ધનો અંત લાવવામાં મદદ કરવા તૈયાર છે અને રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કીના વિશેષાધિકારો, યુક્રેનિયન લોકોના વિશેષાધિકારો, ન્યાયી શાંતિ માટેની તેમની યોજનાને ધ્યાનમાં રાખીને આવું કરે છે, અમે ચોક્કસપણે તેમની ભૂમિકાને આવકારીશું.”

સંબંધિત સમાચાર

તાજા સમાચાર