ધો-12 વિજ્ઞાન પ્રવાહમાં રાજકોટ જિલ્લાનું પરિણામ 92.59 ટકા જાહેર થયુ છે. વિજ્ઞાન પ્રવાહમાં રાજકોટ જિલ્લામાં 86 વિદ્યાર્થીને A1 ગ્રેડ મળ્યો છે. રાજકોટમાં ધો-12 સામાન્ય પ્રવાહનું પરિણામ 93.66 ટકા છે. સામાન્ય પ્રવાહમાં રાજકોટ જિલ્લામાં 841 વિદ્યાર્થીને A1 ગ્રેડ છે.
સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થિનીઓએ 95.23% પરિણામ આપ્યું છે, જયારે વિદ્યાર્થીઓનું પરિણામ 90.78% રહ્યું છે. આ રીતે વિદ્યાર્થિનીઓએ વિદ્યાર્થીઓ કરતાં 4.45% વધુ પર્ફોર્મન્સ આપીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેઓ હવે દરેક મંચ પર સમાન કે વધુ સફળતા હાંસલ કરી રહી છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં બનાસકાંઠા જિલ્લોએ સૌથી વધુ 97.20% સાથે પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે દાહોદ અને વડોદરા જિલ્લાઓમાં સૌથી ઓછું 87.77% પરિણામ નોંધાયું. સ્પ્રેડ, વાગંધરા, ચંદ્રલા, છાલા, લીંબોદ્રા અને મીઠાપુર કેન્દ્રોએ 100% પરિણામ સાથે શ્રેષ્ઠતા દર્શાવી, જ્યારે ખાવડા કેન્દ્રમાં માત્ર 52.56% પરિણામ આવ્યું.