ઓનલીનું મોડેલ રેસ્ટોરાં માટે પણ ખૂબ ફાયદાકારક છે. અહીં રેસ્ટોરાંને મોટું કમિશન ચૂકવવાની જરૂર નથી, જે ઝોમેટો અને સ્વિગીમાં 25-30% સુધી જાય છે. રેપિડો ફક્ત નજીવી ફ્લેટ સબ્સ્ક્રિપ્શન ફી લે છે, જે રેસ્ટોરાંને વધુ માર્જિન આપે છે.
દેશની રાઇડ-હેઇલિંગ સેવા રેપિડો હવે ફૂડ ડિલિવરી માર્કેટમાં પણ મોટી છવાઈ જવાની છે. રેપિડોએ તેની નવી સેવા ‘ઓનલી’ દ્વારા ઝોમેટો અને સ્વિગીને સીધો પડકાર ફેંક્યો છે. ઓનલી હેઠળ, કંપની ફૂડ ડિલિવરી સંબંધિત તમામ ચાર્જિસને દૂર કરી રહી છે જે આજ સુધી ગ્રાહકોના ખિસ્સા પર બોજ રહ્યા છે. જેમ કે ડિલિવરી ફી, પેકેજિંગ ચાર્જ અને ક્યારેક છુપાયેલા કર
રેપિડોની નવી ઓનલી સેવાનો સૌથી મોટો દાવો એ છે કે ગ્રાહકને તે જ ભાવે ખોરાક મળશે જે ભાવે તે હોટલ કે રેસ્ટોરન્ટમાં ખાય છે. કોઈ ડિલિવરી ચાર્જ નહીં, કોઈ પેકેજિંગ ફી નહીં, એટલે કે મેનુ કાર્ડ પર જે દર છે તે જ ભાવે તમારા ઘરઆંગણે પહોંચાડવામાં આવશે.