પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી, જ્યાં તેમણે પ્લેન ક્રેશ ઘટનામાં ઇજાગ્રસ્ત દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા અને તેમને ધીરજ આપતો સંવાદ કર્યો હતો. ઉપરાંત, તેમણે આ દુઃખદ ઘટના માં જીવ ગુમાવનારા મૃતકોના પરિવારજનોને પણ સાંત્વના પાઠવી હતી.
PM મોદી સીધા અમદાવાદ એરપોર્ટથી સિવિલ હોસ્પિટલ અને પછી દુર્ઘટનાના સ્થળે પહોંચ્યા હતા. હોસ્પિટલ ખાતે સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. PM મોદીની મુલાકાત દરમિયાન તેઓ તમામ ઘાયલો સાથે સંવેદનશીલ વાતચીત કરી રહ્યા છે.આ સાથે જ PM મોદી પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીના પરિવારજનો સાથે પણ મુલાકાત કરશે.