રેપો રેટમાં છેલ્લે મે 2020માં ઘટાડો કરવામાં આવ્યો હતો. બાદમાં મે 2022થી ફેબ્રુઆરી 2023 સુધી રેપો રેટમાં 2.50 ટકાનો વધારો જોવા મળ્યો અને પોલિસી રેટ ઘટીને 6.50 ટકા પર આવી ગયો. જે છેલ્લે ઓગસ્ટ 2018માં જોવા મળી હતી. તમને એ પણ જણાવી દઈએ કે આ વખતે આરબીઆઈ કેવા પ્રકારનો નિર્ણય લઈ શકે છે.
નાણાકીય વર્ષ 2026ના બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે 12 લાખ રૂપિયાની વાર્ષિક આવકને આવકવેરામાંથી મુક્તિ આપી છે. આ નિર્ણય બાદ સમગ્ર દેશમાં ચર્ચા છે કે ‘નિર્મલા તાઈએ’ પોતાનું કામ કર્યું છે. હવે સૌની નજર દેશની કેન્દ્રીય બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પર ટકેલી છે. ચાલુ નાણાકીય વર્ષની છેલ્લી નાણાકીય નીતિની બેઠક ૫ થી ૭ ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. 7 ફેબ્રુઆરીએ આરબીઆઈના નવા ગવર્નર સંજય મલ્હોત્રા પોલિસી રેટની જાહેરાત કરશે. જાણકારોના મતે સંજય મલ્હોત્રા પોલિસી રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરી શકે છે.
જો આરબીઆઈ આ વખતે પોલિસી રેટમાં ઘટાડો કરશે તો તે લગભગ 56 મહિના બાદ કરશે. જે મધ્યમ વર્ગ માટે મોટી રાહત બની રહેશે. ઘણા વર્ષોથી દેશનો મધ્યમ વર્ગ પોલિસી રેટમાં ઘટાડાની રાહ જોઈ રહ્યો છે. રેપો રેટમાં છેલ્લે મે 2020માં ઘટાડો કરવામાં આવ્યો હતો. બાદમાં મે 2022થી ફેબ્રુઆરી 2023 સુધી રેપો રેટમાં 2.50 ટકાનો વધારો જોવા મળ્યો અને પોલિસી રેટ ઘટીને 6.50 ટકા પર આવી ગયો. જે છેલ્લે ઓગસ્ટ 2018માં જોવા મળી હતી. તમને એ પણ જણાવી દઈએ કે આ વખતે આરબીઆઈ કેવા પ્રકારનો નિર્ણય લઈ શકે છે.
શું ઈએમઆઈ ઘટશે?
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) આ સપ્તાહે નાણાકીય નીતિની સમીક્ષામાં ચાવીરૂપ નીતિગત દરમાં 0.25 ટકાનો ઘટાડો કરે તેવી શક્યતા છે. જો આમ થશે તો વપરાશને વેગ આપવા માટે બજેટમાં લેવાયેલાં પગલાંને મજબૂત બનાવશે. જો કે, રૂપિયામાં ઘટાડો હજુ પણ ચિંતાનો વિષય છે. નિષ્ણાતોનું માનવું છે કે રિટેલ ફુગાવો વર્ષના મોટા ભાગના સમય માટે આરબીઆઈની કમ્ફર્ટ રેન્જ (2-6 ટકા)ની અંદર રહ્યો છે, તેથી સુસ્ત વપરાશથી પ્રભાવિત વૃદ્ધિને વેગ આપવા માટે મધ્યસ્થ બેંક દરમાં ઘટાડો કરી શકે છે.
રૂપિયાનો ઘસારો અવરોધરૂપ બની શકે છે
આઈસીઆરએના ચીફ ઈકોનોમિસ્ટ અદિતિ નાયરે કહ્યું કે અમને નથી લાગતું કે કેન્દ્રીય બજેટમાં આપવામાં આવેલા રાજકોષીય પ્રોત્સાહનથી મોંઘવારી પર ખાસ અસર પડશે. તેથી, અમને લાગે છે કે સંતુલન ફેબ્રુઆરી 2025 ની નાણાકીય નીતિ સમીક્ષામાં દર ઘટાડાની તરફેણમાં છે. જો કે, જો વૈશ્વિક પરિબળો આ સપ્તાહ દરમિયાન ડોલર સામે રૂપિયાના વિનિમય દરમાં વધુ નબળાઇ પેદા કરે છે, તો નીતિગત દરમાં ઘટાડો એપ્રિલ 2025 સુધી મુલતવી રાખવામાં આવી શકે છે, એમ નાયરે જણાવ્યું હતું. સોમવારે અમેરિકન ડોલર સામે રૂપિયો 55 પૈસાના ઘટાડા સાથે 87.17 (કામચલાઉ) પર આવી ગયો હતો.