બુધવાર, ઓક્ટોબર 22, 2025

ઈ-પેપર

બુધવાર, ઓક્ટોબર 22, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતગુજરાતમાં ફરી આવશે CM-DyCMની જોડી: લઘુમતિના યુવા ચહેરાને મળી શકે તક

ગુજરાતમાં ફરી આવશે CM-DyCMની જોડી: લઘુમતિના યુવા ચહેરાને મળી શકે તક

ગુજરાતમાં રાજકીય ઉત્સુકતા વચ્ચે આજે મંત્રીમંડળના વિસ્તરણ સાથે નવી રાજકીય સમીકરણો ઉભા થવાના છે. રાજ્યમાં ફરી એકવાર (DyCM) પદની સ્થાપના થવાની શક્યતા છે. આગામી બે વર્ષ માટે રાજ્યમાં મુખ્યમંત્રી અને ઉપમુખમંત્રીની જોડીને સાથે કામ કરતા જોવામાં આવશે, જે સરકાર માટે નવી દિશા નક્કી કરશે.

સૂત્રો અનુસાર, ઉપમુખમંત્રી તરીકે રાજ્યની લઘુમતિ જ્ઞાતિના એક યુવા ચહેરાને તક મળી શકે છે. આ નિર્ણયથી ભાજપ સંગઠન યુવા નેતૃત્વને આગળ લાવવાના પ્રયાસમાં દેખાઈ રહ્યું છે. રાજકીય વર્તુળોમાં આને સમાજના દરેક વર્ગને પ્રતિનિધિત્વ આપવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રૂપાણી સરકાર દરમિયાન પણ મુખ્યમંત્રી અને ઉપમુખમંત્રીની જોડી કાર્યરત રહી હતી. શપથવિધિ પૂર્ણ થયા બાદ નવી ટીમ સાથે પૂર્ણ કદનું મંત્રીમંડળ અસ્તિત્વમાં આવશે અને નવા મંત્રીઓને તેમના વિભાગો સોંપવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ: ગુજરાત મંત્રીમંડળના વિસ્તરણ પૂર્વે મોટી માહિતી સામે આવી છે. રૂપીકેશ પટેલ, કુંવરજી બાવળિયા, કનું દેસાઈ અને પ્રફુલ પાનસેરીયાને મંત્રી તરીકે શપથ લેવાનો ફોન મળ્યો છે. આ ચારેય નેતાઓ આજે મહાત્મા મંદિર ખાતે યોજાનારી શપથવિધિમાં મંત્રી તરીકે શપથ લેશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર