ગુરુવાર, ડિસેમ્બર 12, 2024

ઈ-પેપર

ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયશરદ પવારની તાકાત વધતા ભત્રીજાના 10થી વધુ ધારાસભ્યો સંપર્કમાં !

શરદ પવારની તાકાત વધતા ભત્રીજાના 10થી વધુ ધારાસભ્યો સંપર્કમાં !

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારને મોટો ઝટકો લાગે તેવી શક્યતા

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2024ના પરિણામોની ઘોષણા સાથે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારને મોટો ઝટકો લાગે તેવી શક્યતા છે. એવા અહેવાલ છે કે 10થી વધુ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપી ધારાસભ્યો શરદ પવારના સંપર્કમાં છે. જો કે હજુ સુધી સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. વરિષ્ઠ શરદ પવારના નેતૃત્વમાં એનસીપીએ 8 લોકસભા બેઠકો જીતી છે જ્યારે અજીતને લોકસભા ચૂંટણીમાં માત્ર એક જ સીટ મળી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પવારના વરિષ્ઠ પૌત્ર અને કરજત-જામખેડના ધારાસભ્ય રોહિત પવારે કહ્યું હતું કે, લગભગ 18 થી 19 ધારાસભ્યો(અજિત પવાર કેમ્પના) પાર્ટીમાં પાછા આવવામાં રસ દાખવી રહ્યા છે, પરંતુ જેઓ મુશ્કેલ સમયમાં છે શરદ પવાર સાથે રહ્યા તેઓ તેમના માટે સૌથી મહત્વપૂર્ણ છે અને તે પાર્ટીની પ્રાથમિકતા હશે. અહીં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી)ના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલનું કહેવું છે કે આવા ધારાસભ્યોને પાછા ખેંચવાનો નિર્ણય ફક્ત શરદ પવાર જ લેશે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર પાટીલે કહ્યું, મંગળવારે લોકસભાના પરિણામ આવી ગયા છે અને કેટલાક લોકોએ પોતાના નિર્ણય વિશે વિચારવાનું શરૂ કરી દીધું છે. જો કે, અમે અત્યાર સુધી આ અંગે કોઈ વિચાર કર્યો નથી. પાર્ટી શરદ પવાર સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેશે. વાસ્તવમાં રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
ઉપરાંત, નિલેશ લંકે અને બજરંગ સોનવણેએ વરિષ્ઠ પવાર કેમ્પની ટિકિટ પર અહમદનગર અને બીડ લોકસભા બેઠકો જીતી છે. હવે ખાસ વાત એ છે કે ટિકિટની વહેંચણી દરમિયાન લંકે અને સોનાવણે બંને નેતાઓએ અજિત પવારને છોડીને વરિષ્ઠ પવાર સાથે જવાનો નિર્ણય લીધો હતો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર