શનિવાર, માર્ચ 21, 2026

ઈ-પેપર

શનિવાર, માર્ચ 21, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયમથુરામાં ગૌરક્ષક ચંદ્રશેખર પર ટ્રક ચઢાવી દેતા મોત

મથુરામાં ગૌરક્ષક ચંદ્રશેખર પર ટ્રક ચઢાવી દેતા મોત

મથુરામાં ગૌરક્ષક ચંદ્રશેખર પર ટ્રક ચઢાવી દેતા યુવકનું મોત નીપજ્યા બાદ ફરસાવાલે બાબાની હત્યાને લઇ તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઇ છે. રોષે ભરાયેલા હજારો લોકોએ દિલ્લી-કોલકાતા હાઈવે પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું, જેના કારણે 10 કિમી લાંબો ટ્રાફિકજામ થયો હતો. પોલીસને પણ લોકોની ફરિયાદ શાંતિથી સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિવાદ વિસ્તરતા વિરોધકારીઓએ પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો. બબાલમાં આ ઘર્ષણમાં કેટલાક પોલીસકર્મીઓ અને વિરોધકર્તાઓ ઘાયલ થયા હતા. પોલીસએ પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા અને કડક કાર્યવાહી શરૂ કરી.

બોટાદ: બરવાળામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા 1નું મોત

 બોટાદના બરવાળામાં ફટાકડાની ફેક્ટરીમાં ભયંકર આગ લાગતા ગંભીર દુર્ઘટના બની હતી. બેલા અને ટીંબલા ગામ વચ્ચે સ્થિત આ ફેક્ટરીમાં ફટાકડાના રો મટીરીયલમાં આગ લાગતા ભારે વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં કારખાનાના માલિક સહિત ત્રણ પુરુષો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનામાં એક શ્રમિકનું સ્થળ પર જ મોત નિપજ્યું છે, જ્યારે બે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડે ઘટના સ્થળ પર આવી આગ પર કાબૂ મેળવ્યો છે અને પોલીસ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.

ગુજરાતમાં લાગુ થનાર સમાન નાગરિક સંહિતાનો વિરોધ

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાને લઇને પ્રતિક્રિયા જોવા મળી છે. અમદાવાદની Jama Masjid ખાતે ઈદની નમાજ પછી મસ્જિદ બહાર વિવાદાસ્પદ વિરોધ કરવામાં આવ્યો. આ વિરોધ કાર્યક્રમ AIMIMના હોદેદારો દ્વારા યોજાયો હતો, જ્યાં તેમણે પ્લે કાર્ડ બતાવી પોતાના આક્રોશ વ્યક્ત કર્યો. ઘટનાની વચ્ચે AIMIMના કેટલીક કાર્યકરોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર