ટાટા ગ્રુપની એક કંપનીના પ્લાન્ટમાં ભીષણ આગ લાગી છે. તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લાના હોસુર નજીક ટાટા ઈલેક્ટ્રોનિક પ્લાન્ટમાં આગ લાગી હતી. ટાટા ઈલેક્ટ્રોનિક્સના આ પ્લાન્ટમાં વહેલી સવારે આગ લાગી હતી અને ધુમાડો ફેલાઈ ગયો હતો. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર બ્રિગેડના વાહનો અને કર્મચારીઓ આવી પહોંચ્યા છે.
જ્યારે આગ લાગી ત્યારે ટાટા મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ઘણા કર્મચારીઓ ફરજ પર હતા. જોકે, કંપનીમાં ફાયર સેફ્ટીના કારણે કર્મચારીઓને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો. કંપનીએ વધુમાં જણાવ્યું કે આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, નાગમંગલમ નજીક ઉદનપલ્લી સ્થિત કંપનીના મોબાઈલ ફોન એસેસરીઝ પેઈન્ટિંગ યુનિટમાં સવારે લગભગ 5.30 વાગ્યે આગ લાગી હતી. આગ ફેલાતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં ધુમાડો ફેલાઈ ગયો હતો અને આગ લાગી તે સમયે પ્રથમ પાળીમાં 1500 જેટલા કર્મચારીઓ ફરજ પર હતા. તમામ કર્મચારીઓને પરિસરમાંથી બહાર કાઢવા માટે સાત ફાયર એન્જિન તૈનાત કરવામાં આવ્યા હતા.
Read: ઉજ્જૈનમાં મોટો અકસ્માત, મહાકાલ મંદિરમાં દીવાલ ધરાશાયી,…
ટાટાની ફોન એસેસરીઝ બનાવતી કંપનીમાં આગ લાગ્યા બાદ 3 લોકોને શ્વાસ લેવામાં તકલીફ થતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત સ્થિર છે. 100થી વધુ પોલીસ ઘટના સ્થળે હાજર છે. તમામ કર્મચારીઓને કંપનીની જગ્યા ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આઈફોન માટે ઘણી એક્સેસરીઝના ઉત્પાદનમાં લાગેલા આ કંપનીના કર્મચારીઓની સંખ્યા 4500 છે. આ કંપની 500 એકરમાં ફેલાયેલી છે.