શુક્રવાર, ઓગસ્ટ 1, 2025

ઈ-પેપર

શુક્રવાર, ઓગસ્ટ 1, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયમાલેગાંવ બ્લાસ્ટ કેસમાં ભાગવતની ધરપકડનો આદેશ હતો, ભૂતપૂર્વ ATS અધિકારીનો મોટો ખુલાસો

માલેગાંવ બ્લાસ્ટ કેસમાં ભાગવતની ધરપકડનો આદેશ હતો, ભૂતપૂર્વ ATS અધિકારીનો મોટો ખુલાસો

માલેગાંવ બ્લાસ્ટ કેસ: મહારાષ્ટ્રના માલેગાંવ કેસમાં NIA સ્પેશિયલ કોર્ટે તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ પછી, આ બ્લાસ્ટની તપાસમાં સામેલ ભૂતપૂર્વ ATS અધિકારીએ મોટા ખુલાસા કર્યા છે. ભૂતપૂર્વ અધિકારીએ કહ્યું કે તેમને આ કેસમાં RSS વડા મોહન ભાગવતની ધરપકડ કરવાનો આદેશ મળ્યો હતો. નિવૃત્ત અધિકારીએ કહ્યું કે, કોઈ ભગવો આતંકવાદ નહોતો. બધું જ નકલી હતું.

વર્ષ 2008 માં મહારાષ્ટ્રના માલેગાંવમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ પછી, ગુરુવારે, NIA સ્પેશિયલ કોર્ટે 17 વર્ષ પછી આ કેસમાં મોટો ચુકાદો આપ્યો. મુખ્ય આરોપી સાધ્વી પ્રજ્ઞા અને કર્નલ પુરોહિત સહિત તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ પછી, આતંકવાદ વિરોધી ટુકડી (ATS) ના એક ભૂતપૂર્વ પોલીસ અધિકારીએ એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે તેમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) મોહન ભાગવતને પકડીને લાવવાનું કહેવામાં આવ્યું હતું.

એટીએસના એક ભૂતપૂર્વ પોલીસ અધિકારીએ દાવો કર્યો છે કે તેમને આરએસએસના વડા મોહન ભાગવતની ધરપકડ કરવાનું કહેવામાં આવ્યું હતું. નિવૃત્ત ઇન્સ્પેક્ટર મહેબૂબ મુજાવરે કહ્યું, ભગવા આતંકવાદનો સિદ્ધાંત જુઠ્ઠો હતો, મને મોહન ભાગવતને ફસાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, મને મોહન ભાગવતની ધરપકડ કરવાનું કહેવામાં આવ્યું હતું જેથી આ વિસ્ફોટ “ભગવા આતંકવાદ” હતો તે સ્થાપિત કરી શકાય.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર