જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: ‘ગેમ્બલર ગેંગ’ સામે ગુજસીટોક હેઠળ કડક પગલા
જૂનાગઢ જિલ્લામાં સંગઠિત ગુન્હાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી ‘ગેમ્બલર ગેંગ’ સામે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આક્રમક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગેંગના સભ્યો વિરુદ્ધ ગુજસીટોક (GUJCTOC) કાયદા હેઠળ કાર્યવાહી કરી તેમને જેલના સળીયા પાછળ ધકેલવામાં આવ્યા છે. લાંબા સમયથી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતી આ ગેંગ સામે પોલીસ દ્વારા કડક વલણ અપનાવાયું છે, જેથી અન્ય ગુન્હેગારોમાં પણ કાયદાનો ભય ઉભો થાય.
જેતપુર પાવીમાં દારૂની હેરાફેરી ઝડપી: XUV 500માંથી રૂ. 1.71 લાખનો પ્રોહી મુદ્દામાલ જપ્ત
જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારના પાવી ગરનાળા પાસેથી પોલીસે મોટી કાર્યવાહી કરતા સફેદ કલરની મહિન્દ્રા કંપનીની XUV 500 ફોરવ્હીલ ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે કુલ રૂ. 1,71,902/- કિંમતનો પ્રોહી મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૂની ગેરકાયદેસર હેરાફેરી અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને આ મામલે સંડોવાયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચવા પ્રયાસ ચાલી રહ્યા છે.


