અમદાવાદ: જર્મનીના ચાન્સેલર ફ્રિડ્રિચ મર્ઝએ અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ચિત્ર અને પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પી હતી. આ પ્રસંગે તેમણે ગાંધીજીના અહિંસા, સત્ય અને શાંતિના સંદેશને નમન કર્યું.
સાબરમતી આશ્રમની મુલાકાત દરમિયાન જર્મન ચાન્સેલરે વિઝિટર્સ બુકમાં પોતાના ભાવ વ્યક્ત કરી સહી પણ કરી હતી. તેમની મુલાકાતને ભારત–જર્મની વચ્ચેના ઐતિહાસિક સંબંધો અને પરસ્પર આદરનું પ્રતિક માનવામાં આવી રહી છે.
આ મુલાકાત દરમિયાન સુરક્ષા વ્યવસ્થાનો પણ કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને આશ્રમમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો.


