સોમવાર, સપ્ટેમ્બર 16, 2024

ઈ-પેપર

સોમવાર, સપ્ટેમ્બર 16, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeઅ-ન્યુઝ ફ્લેશસ્પેસએક્સે એક કલાકમાં લોન્ચ કર્યા બે ફાલ્કન 9 રોકેટ, એલોન મસ્કની કંપની...

સ્પેસએક્સે એક કલાકમાં લોન્ચ કર્યા બે ફાલ્કન 9 રોકેટ, એલોન મસ્કની કંપની સુનિતા વિલિયમ્સને પરત લાવશે

SpaceX Falcon 9 launch: શરૂઆતમાં નિષ્ફળ રહ્યા બાદ એલન મસ્કની એરોસ્પેસ કંપની સ્પેસએક્સે બે ‘ફાલ્કન 9’ રોકેટ લોન્ચ કર્યા હતા. સ્પેસએક્સ ઝડપથી અંતરિક્ષ ક્ષેત્રમાં પગપેસારો કરી રહ્યું છે. અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ સ્પેસએક્સને પણ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ)થી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મરને પરત લાવવાની જવાબદારી સોંપી છે.

આ પણ વાંચો: દેશની બેંકોમાં પૈસા 2.86 લાખ કરોડથી ઘટીને 0.95 લાખ કરોડ બચ્યા છે વાંચો કારણ ફટાફટ

હાલમાં જ એલન મસ્કની એરોસ્પેસ કંપની સ્પેસએક્સને એક પછી એક નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ મુશ્કેલીઓને પાર કરીને સ્પેસએક્સે 31 ઓગસ્ટના રોજ એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી, જ્યારે કંપનીએ સતત બે ફાલ્કન 9 રોકેટનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું હતું. આમાંથી એક ફ્લોરિડાના કેપ કેનેવરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી અને બીજી કેલિફોર્નિયાના વેન્ડેનબર્ગ સ્પેસ ફોર્સ બેઝથી લોન્ચ કરવામાં આવી હતી. આ બંને અભિયાનો દ્વારા સ્પેસએક્સે કુલ 42 સ્ટારલિંક ઈન્ટરનેટ ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં પહોંચાડ્યા, જેમાં દરેક રોકેટ પ્રથમ તબક્કામાં જ સફળ રહ્યું.

28 ઓગસ્ટના રોજ ફાલ્કન 9 રોકેટનું લેન્ડિંગ નિષ્ફળ રહ્યું હતું. રોકેટના પ્રથમ તબક્કાનું આ 23મું મિશન હતું, જેમાંથી 21 સ્ટારલિંક ઉપગ્રહોનું પ્રક્ષેપણ કરવાનું હતું. જો કે, પ્રક્ષેપણ નિષ્ફળ ગયા બાદ, સ્પેસએક્સે ફરીથી પ્રયાસ કર્યો, અને બે ફાલ્કન 9 રોકેટનું સફળ ઉતરાણ થયું, જે સ્પેસએક્સ માટે એક રેકોર્ડ છે.

નાસા-બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાનથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) ગયેલા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની વાપસી પણ સ્પેસએક્સ દ્વારા થશે. નાસાએ આ બંનેને બોઇંગ સ્ટારલાઇનરની જગ્યાએ સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન સ્પેસક્રાફ્ટથી પરત લાવવાનો નિર્ણય કર્યો છે. વિલિયમ્સ અને વિલ્મોર સ્પેસએક્સના ક્રૂ-9 મિશન સાથે પૃથ્વી પર પરત ફરશે.

65 મિનિટમાં 2 રોકેટ લોન્ચ
પ્રથમ તબક્કાના બૂસ્ટરે ફ્લાઇટમાં 13 સ્ટારલિંક મિશન, નાસા માટે ડ્રેગન કાર્ગો ફ્લાઇટ અને ત્રણ કોમર્શિયલ સેટેલાઇટ મિશન લોન્ચ કર્યા બાદ તેનું 18મું પ્રક્ષેપણ અને ઉતરાણ પૂર્ણ કર્યું હતું. તે એટલાન્ટિક મહાસાગરમાં સ્પેસએક્સ ડ્રોન જહાજ ‘જસ્ટ રીડ ધ ઇન્સ્ટ્રક્શન્સ’ પર ઉતર્યું હતું.

અમેરિકન અબજોપતિ ઉદ્યોગપતિ જેરેડ આઇઝેકમેને પોલારિસ ડોન મિશનમાં નાણાંનું રોકાણ કર્યું છે. પોલારિસ ડૉન સ્પેસએક્સની પ્રાઇવેટ સ્પેસફ્લાઇટ છે, જે વિશ્વનું પહેલું કોમર્શિયલ સ્પેસવોક હશે, એટલે કે લોકો પોતાના ખર્ચે સ્પેસમાં ચાલી શકશે. પોલારિસ ડોન નાસાના એપોલો યુગ (ચંદ્ર પરનું મિશન) પછીની સૌથી ઊંચી ભ્રમણકક્ષાની અવકાશી ઉડાન ભરશે. છેલ્લે ૧૯૭૨ માં મનુષ્ય ચંદ્ર પર ગયો હતો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર