વ્યાજના ખપ્પરમાં વધુ એક પરિવાર ફસાયો છે. વ્યાજખોરોએ યુવક પર જીવલેણ હુમલો કર્યાનો આરોપ પરિવારે લગાવ્યો છે. ભોગ બનનારના ભાઈએ ટુકડે ટુકડે ₹1 કરોડ વ્યાજે લીધાં હતા. રૂપિયા વ્યાજે લેનાર વિશાલ વિરડા છેલ્લા 8 દિવસથી ગૂમ છે. વિશાલ ક્યાં છે કહી ભાઈ દિલીપ વિરડાને માર મારવાનો આરોપ પરિવારે લગાવ્યો છે. વ્યાજખોરો ₹1 કરોડના 10 કરોડ માગી રહ્યા છે. ભોગ બનનારના પિતાએ વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ન્યાય ન મળે તો સમગ્ર પરિવાર આત્મહત્યા કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
વિશાલ વિરડાએ ઘર છોડતા પહેલાં લખેલી ચીઠ્ઠી સામે આવી છે. અને તેમાં તેણે વ્યાજખોર તરીકે વિજય મકવાણા તેમજ ભાવેશ મકવાણા નામના ભાઈઓનો ઉલ્લેખ કર્યો છે. અને તેમના ત્રાસથી જ ઘર છોડ્યાનું જણાવ્યું છે. વિશાલ વિરડાના પિતા વિનુ વિરડા દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન અને મેટોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે.
તો બીજી તરફ જેમના પર આક્ષેપ છે તે ભાવેશ મકવાણાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે વિશાલ વિરડા પર મિત્રતાના નામે છેતરપિંડી કર્યાનો આરોપ લગાવ્યો છે. આક્ષેપ કર્યો છે કે વિશાલ અનેક લોકોના રૂપિયા લઈને ગૂમ થઈ ગયો છે.
કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોએ કાર્યવાહી કરતા ગેરકાયદે નકલી દવાઓ મામલે વધુ બે આરોપીઓને ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી 4 લાખની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે. બંને આરોપીઓને પાલનપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે, અગાઉ પણ કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોની ટીમે ફેબ્રુઆરીમાં તપાસ કરી રહી હતી. ત્યારે, ધાનેરા અને થરાદમાં દરોડા પાડીને 2 આરોપીઓને ઝડપ્યા હતા. જેતે સમય તેમની પાસથી 5 કરોડની નકલી દવાઓ જપ્ત કરાઇ હતી તો, ફરીએક વાર નાર્કોટિક્સ ટીમને નકલી દવાઓ બાબતે જાણ થતા દરોડા પાડ્યા અને તપાસ કરી તો બિનઅધિકૃત અને પ્રતિબંધિત દવાઓ જપ્ત કરાઇ. જેમાં ગર્ભપાત માટેની દવાઓ પણ સામેલ છે. આ શખ્સો અમદાવાદની એક કંપનીના નામનો દુરૂપયોગ કરીને…. નકલી દવા વેચતા હતા. તપાસમાં જાણવા મળ્યું કે, આરોપીઓ 42 લાખથી વધુ દવાઓ માર્કેટમાં સપ્લાય કરી ચૂક્યા છે


