ગુરુવાર, જાન્યુઆરી 15, 2026

ઈ-પેપર

ગુરુવાર, જાન્યુઆરી 15, 2026
Download App
google-play

ઈ-પેપર

HomeગુજરાતBMC Maharashtra Election 2026: Votingમતદાર યાદીમાંથી MLA ગણેશ નાઈકનું નામ ગાયબ

BMC Maharashtra Election 2026: Votingમતદાર યાદીમાંથી MLA ગણેશ નાઈકનું નામ ગાયબ

મતદાર યાદીમાંથી ધારાસભ્ય ગણેશ નાઈકનું નામ ગાયબ થતાં મોટો હંગામો મચી ગયો છે. ગણેશ નાઈક સવારે મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચ્યા હતા. ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તેમનુ નામ મતદારયાદીમાં નથી.

BMC Elections 2026 Voting: મુંબઈ ભાજપ પ્રમુખ અમિત સાટમ સિદ્ધિવિનાયકના ચરણોમાં

મુંબઈ ભાજપના પ્રમુખ અમિત સાટમે, બીએમસી ચૂંટણી પૂર્વે સિદ્ધિવિનાયક દાદાના દર્શન કર્યાં હતા. અમિત સાટમે કહ્યું કે, સિદ્ધિવિનાયક મુંબઈને સુરક્ષિત બનાવવા માટે આપણને શક્તિ આપે. આર્શિવાદ આપે. આજનો દિવસ મુંબઈના ભવિષ્યના દૃષ્ટિકોણથી અને મુંબઈની ભાવિ પેઢીઓનું રક્ષણ કરવા માટે એક ઐતિહાસિક દિવસ બની રહેશે.

સવારે 7:30 વાગ્યે શરૂ થશે મતદાન

મુંબઈમાં કુલ આશરે 134,440,000 મતદારો છે. આમાંથી આશરે 5,516,000 પુરુષો, 4,826,000 સ્ત્રીઓ અને 1,099 અન્ય મતદારો છે. 2,000 થી વધુ સ્થળોએ 10,231 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે. મતદાન 15 જાન્યુઆરીએ સવારે 7:30 વાગ્યે શરૂ થશે અને સાંજે 5:30 વાગ્યે સમાપ્ત થશે.

મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મતદાન આજે યોજાશે, જેમાં બધાની નજર મુંબઈની BMC પર રહેશે, જેનું બજેટ ₹70,000 કરોડ છે. ભાજપ-શિવસેના ગઠબંધન NCP અને ઠાકરે બંધુઓ સામે ટકરાઈ રહ્યું છે. 227 વોર્ડ માટે 1,700 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર