સોમવાર, સપ્ટેમ્બર 16, 2024

ઈ-પેપર

સોમવાર, સપ્ટેમ્બર 16, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયદૂષ્કર્મના ગુનેગારોને દિવસમાં ફાંસીની સજા

દૂષ્કર્મના ગુનેગારોને દિવસમાં ફાંસીની સજા

બંગાળ સરકારે બળાત્કારીઓ વિરુદ્ધ બિલ રજૂ કરવા વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું : ભાજપ બિલનું સમર્થન કરશે

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ડોક્ટર પર દૂષ્કર્મ અને હત્યાના દેશભરમાં ભારે પડઘા પડ્યા છે અને દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાના અઠવાડિયા બાદ પણ પીડિતા માટે ન્યાયની માંગણી સાથે કોલકાતાની શેરીઓમાં હજારો લોકો સાથે વિરોધ-પ્રદર્શન ચાલી રહ્યું છે. દરમિયાન ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે શબ્દ યુદ્ધ ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે લેડી ડોક્ટરના દૂષ્કર્મ-હત્યાના કેસને લઈને ટીએમસી સરકાર પણ હવે કડક સ્થિતિમાં છે. રાજ્ય સરકાર સામે ઉગ્ર વચ્ચે તૃણમૂલ કોંગ્રેસ સરકારે બંગાળ વિધાનસભાનું આજથી બે દિવસનું વિશેષ સત્ર બોલાવ્યું છે. બંગાળ વિધાનસભાના આ વિશેષ સત્રમાં દૂષ્કર્મના ગુનેગારોને 10 દિવસમાં ફાંસીની સજા આપવાનું બિલ રજૂ કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આજથી વિશેષ સત્ર શરૂ થશે અને કાલે મંગળવારે બિલ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. રાજ્યની મુખ્ય પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ પણ મમતા સરકારના આ પગલાને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમની પાર્ટીની વિદ્યાર્થી પાંખ(ટીએમસીપી)ના સ્થાપના દિવસ પર કહ્યું હતું કે અમે 10 દિવસની અંદર દૂષ્કર્મ અને હત્યાના કેસમાં દોષિતોને મૃત્યુદંડ આપવાનું બિલ રજૂ કરીશું. અમે તેને રાજ્યપાલને મોકલીશું અને જો તેઓ બિલ નહીં કરે તો અમે રાજભવનની બહાર અચોક્કસ મુદ્દતના વિરોધ પર બેસીશું. આ બિલ પાસ થવું જોઈએ. રાજ્યપાલ આ વખતે જવાબદારીમાંથી છટકી શકે તેમ નથી. બળાત્કારીઓને શા માટે ફાંસી ન આપવી જોઈએ ? બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે ભાજપના ધારાસભ્યો દૂષ્કર્મ વિરુદ્ધ મમતા સરકાર દ્વારા લાવવામાં આવેલા બિલનું કરશે. બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદારે રવિવારે કહ્યું હતું કે રાજ્ય વિધાનસભામાં મમતા બેનર્જી દ્વારા લાવવામાં આવેલા બિલને બીજેપીના ધારાસભ્યો બિલ સમર્થન આપશે. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે તેઓ મમતા બેનર્જીના રાજીનામાની માંગ સાથે વિધાનસભાની અંદર વિરોધ પ્રદર્શન પણ કરશે. હવે જો સીબીઆઈની તપાસની વાત કરીએ સીબીઆઈ દ્વારા ફરી એકવાર મેડિકલ કોલેજમાં ક્રાઇમ સીનની મુલાકાત લેવાની સાથે હોસ્પિટલમાં ભ્રષ્ટાચારના કેસોની પણ તપાસ કરવામાં આવી હતી. એટલું જ નહીં, એજન્સીએ ઘણા લોકોની પૂછપરછ કરી છે. સીબીઆઈ લેડી ડોક્ટર કેસમાં હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની પણ સતત પૂછપરછ કરી રહી છે. જોકે સીબીઆઈ હજુ સુધી કોઈ પરિણામ પહોંચી શકી નથી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર