સોમવાર, સપ્ટેમ્બર 16, 2024

ઈ-પેપર

સોમવાર, સપ્ટેમ્બર 16, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયસાબિત થાય તો પણ ઘર પર બુલડોઝર ચલાવી શકાય નહીં : સુપ્રીમ

સાબિત થાય તો પણ ઘર પર બુલડોઝર ચલાવી શકાય નહીં : સુપ્રીમ

કોર્ટે સંબંધિત પક્ષોને સૂચનો આપવા કહ્યું જેથી કરીને સર્વોચ્ચ અદાલત સ્થાવર મિલકતોને તોડી પાડવા સંબંધિત મુદ્દા પર સમગ્ર દેશ માટે યોગ્ય માર્ગદર્શિકા જારી કરી શકે

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : બુલડોઝરની કાર્યવાહી પર આજે સુનાવણી કરતી વખતે કોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર આરોપી હોવાના આધારે કોઈનું ઘર તોડવું યોગ્ય નથી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ એમ પણ કહ્યું હતું કે દોષ સાબિત થાય તો પણ મકાન તોડવાની કાર્યવાહી યોગ્ય કહી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન ટીપ્પણી કરી કે જો કોઈ આરોપી હોય તો તેનું ઘર કેવી તોડી શકાય ? અને જો તે દોષિત હોય તો પણ મિલકત તોડી શકાતી નથી. આ સાથે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તે જાહેર રસ્તાઓ પર અવરોધ ઉભી કરતી કોઈપણ ગેરકાયદે રચનાને રક્ષણ નહીં આપે. કોર્ટે સંબંધિત પક્ષોને સૂચનો આપવા કહ્યું જેથી કરીને સર્વોચ્ચ અદાલત સ્થાવર મિલકતોને તોડી પાડવા મુદ્દા પર સમગ્ર દેશ માટે યોગ્ય માર્ગદર્શિકા જારી કરી શકે.
સુપ્રીમ કોર્ટમાં આજે જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્ર્વનાથનની બેંચ દ્વારા આ મામલે સુનાવણી શરૂ થઈ હતી. કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે માત્ર આરોપી હોવાના આધારે કોઈના ઘરને તોડી પાડવું કોઈપણ યોગ્ય નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો કોઈ દોષિત હોય તો પણ તેનું ઘર તોડી શકાય નહીં. સોલિસિટર જનરલ તુષાર મહેતા પણ કોર્ટની ટિપ્પણીઓ સાથે સહમત થયા હતા અને કહ્યું હતું કે જે લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે તે લોકો એવા છે જેમને ગેરકાયદે કબજો અથવા ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં આવ્યા છે. કોર્ટ જમિયત ઉલેમા-એ-હિંદની અરજી પર સુનાવણી કરી રહી છે. આવેદનપત્રમાં કોઈપણ સંજોગોમાં આરોપીઓ સામે બુલડોઝરની કાર્યવાહી અટકાવવા માંગ કરવામાં આવી છે. અરજદારે યુપી, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં તાજેતરની બુલડોઝરની કાર્યવાહી પર પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા. જમિયત ઉલેમા-એ-હિંદે અરજી પર લઘુમતીઓને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો હતો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર