CA ફાઉન્ડેશન ઇન્ટરમિડીએટ અને ફાઈનલનું પરિણામ જાહેર થયુ છે. અમદાવાદ બ્રાંચનું CA ફાઈનલનું પરિણામ 19.35 ટકા છે. નવેમ્બરમાં લેવાયેલ પરીક્ષા કરતા પરિણામ 3.86 ટકા વધુ છે. ઓલ ઈન્ડિયા લેવલનું પરિણામ 18.75% જાહેર થયું. દેશ ભરમાંથી 14247 વિદ્યાથીઓ CA માટે ક્વોલિફાય થયા. અમદાવાદના બે વિદ્યાર્થીઓ એ ટોપ 50 માં સ્થાન છે. પ્રિયલ જૈન 18 મો રેન્ક જ્યારે પાર્થ શાહે 28 મો રેન્ક મળ્યો. અમદાવાદ સેન્ટર નું CA ફાઉન્ડેશનનું પરિણામ 13 ટકા જ્યારે ઓલ ઇન્ડિયાનું પરિણામ 15.09% છે. CA ઇન્ટરમિડીએટનું અમદાવાદ બ્રાન્ચનું પરિણામ 10.62 ટકા છે. CA ઇન્ટરમિડીએટનું ઓલ ઇન્ડિયા પરિણામ 13.22 ટકા.