ગુરુવાર, જૂન 4, 2026

ઈ-પેપર

ગુરુવાર, જૂન 4, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeસ્પોર્ટ્સBreaking News : સૌરવ ગાંગુલીની સુરક્ષા અચાનક કેમ ઘટાડવામાં આવી ? જાણો...

Breaking News : સૌરવ ગાંગુલીની સુરક્ષા અચાનક કેમ ઘટાડવામાં આવી ? જાણો કારણ

પશ્ચિમ બંગાળના નવનિયુક્ત ભાજપ સરકારે પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીની સુરક્ષા ઘટાડી છે.તો ચાલો જાણીએ અચાનક કેમ સૌરવ ગાંગુલીની સુરક્ષા ઘટાડવામાં આવી છે. ચાલો કારણ જાણીએ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ,ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પૂર્વ અધ્યક્ષ અને ક્રિકેટ એસોશિએશન ઓફ બંગાળના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની સુરક્ષા ઘટાડી દેવામાં આવી છે. સૌરવ ગાંગુલીની સુરક્ષા હવે Z કેટેગરીમાંથી Y કેટેગરી કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ નિર્ણય રાજ્યની સુરક્ષા એકમો દ્વારા સૌરવ ગાંગુલીની સુરક્ષાનું વિશ્લેષણ કર્યા પછી સરકારે આ નિર્ણય લીધો હતો. ગાંગુલીની સુરક્ષાને Y કેટેગરીમાં ડાઉનગ્રેડ કરવામાં આવી છે.

Z કેટેગરીમાંથી Y કેટેગરીની સુરક્ષા

રાજ્યના નવા સુરક્ષા પ્રોટોકોલ હેઠળ સૌરવ ગાંગુલી સુરક્ષા એકમો મુજબ તેને ઝેડ કેટેગરીની સુરક્ષાની જરુર નથી. આ કાણે તેની સુરક્ષા ઘટાડવામાં આવી છે. રાજ્યના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે, પૂર્વ કેપ્ટનની સુરક્ષામાં ઘટાડો રાજ્યભરમાં VIP સુરક્ષાની સમીક્ષા બાદ લેવામાં આવેલ નિર્ણય હતો. 2023માં તેમની સુરક્ષાને Y કેટેગરીમાંથી Z કેટેગરીમાં અપગ્રેડ કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર