સોમવાર, ઓક્ટોબર 27, 2025

ઈ-પેપર

સોમવાર, ઓક્ટોબર 27, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતરાજ્યમાં પાક નુકસાની મુદ્દે કોંગ્રેસે ફરી સરકાર પર સાધ્યું નિશાન

રાજ્યમાં પાક નુકસાની મુદ્દે કોંગ્રેસે ફરી સરકાર પર સાધ્યું નિશાન

મહીસાગર: જીલ્લામાં સાર્વત્રિક કમોસમી વરસાદનો માહોલ છવાયો છે. લુણાવાડા, ખાનપુર, બાલાસિનોરમાં ભારે વરસાદ પડ્યો તો આ તરફ વીરપુર, કડાણા, સંતરામપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠાએ કેર વરસાવ્યો. હાલ પણ ધીમી ધારે સતત વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. મકાઈ, બાજરી, મગફળી, જુવારને મોટાપાયે નુકસાનની ભીતિ સેવાઈ છે. ડાંગર, રાયડો, ઘાસચારો પણ વરસાદમાં ધોવાયો છે.

અમરેલી: રાજુલા, જાફરાબાદમાં ભારે વરસાદથી જળબંબાકારઅમરેલી: રાજુલા, જાફરાબાદમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. રાજુલા પંથકમાં જુદા જુદા 3 સ્થળે રેસક્યુની કામગીરી કરવામાં આવી. આ દરમિયાન 50થી 100 લોકોનું તંત્ર દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. તમામ લોકોનું રેસ્ક્યૂ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. બચાવ કામગીરી માટે રાજુલામાં એક ટીમ સ્ટેન્ડબાય રખાઈ છે.

ગાંધીનગરઃ અર્જુન મોઢવાડિયાએ મંત્રી તરીકેનો પદભાર સંભાળ્યોગાંધીનગરઃ અર્જુન મોઢવાડિયાએ મંત્રીપદનો કાર્યભાર સંભાળ્યો છે. પૂજા-પાઠ બાદ વિધિવત રીતે મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. સ્વર્ણિમ સંકુલ-1માં આવેલી ઓફિસમાં તેમણે કાર્યભાર સંભાળ્યો છે. વન અને પર્યાવરણ મંત્રી તરીકે ચાર્જ લીધો છે. અર્જુન મોઢવાડિયા રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર