અરવલ્લી માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા અરવલ્લી જીલ્લામાં વરસાદના પરિણામે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ તથા ચોમાસામાં વાહનચાલકોને તકલીફ ન પડે તે હેતુથી વિવિધ જગ્યાઓ પર માર્ગ મરામતની કામગીરી કરવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લાના વરથું- દધાલિયા રોડ અને મોડાસા – પાલનપુર- મદાપુર- મહાદેવગ્રામ રોડ તથા જે જગ્યાઓ પર ખાડાઓ હોય ત્યાં મેટલીંગ અને રીસર્ફેસીંગની કામગીરી કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે અરવલ્લી જીલ્લામાં ચોમાસાના પરિણામે નુકસાન થયેલા રસ્તાઓનું સર્વે કરીને તેના રીપેરીંગનું કામ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા શરુ કરી દેવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જીલ્લામાં વિવિધ જગ્યાઓ પર પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે.રિપોર્ટર રસિક પટેલ અરવલ્લી
અરવલ્લી જિલ્લાના વરથું- દધાલિયા રોડ અને મોડાસા – પાલનપુર- મદાપુર- મહાદેવગ્રામ રોડવરસાદના પરિણામે ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું રીસર્ફેસીંગ
