અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થતા 241 લોકોના મોત થયા છે. દુર્ઘટનામાં 241 લોકોના મોતની એર ઈન્ડિયાએ પુષ્ટિ કરી છે. 230 મુસાફરો સાથે 2 પાયલોટ અને 10 ક્રૂ પ્લેનમાં સવાર હતા. એક માત્ર દીવના મુસાફરનો પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બચાવ થયો છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. PM રૂમની બહાર પરિવારજનોનું હૈયાફાટ આક્રંદ જોવા મળી રહ્યુ છે. કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહોને લઈ જવાયા છે. DNA સેમ્પલને પણ તપાસ માટે લઈ જવાયા.
વિમાન દુર્ઘટનામાં ચિખોદરાના માતા-પુત્રનું પણ મોત થયુ છે. દુષ્યંત પટેલ પોતાના પરિવાર સાથે લંડનમાં સ્થાયી થયા હતા. ચિખોદરા ગામે માતા એકલા રહેતા હોવાથી તેમને લેવા આવ્યા હતા. માતા-પુત્ર બન્ને દુર્ઘટનાનો ભોગ બનતા પરિવારમાં શોક છવાયો છે.