અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન અકસ્માત મામલે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ તબક્કે નોંધ લીધી છે. આ મામલે સુપ્રીમ કોર્ટે DGCA સહિત અન્ય સંબંધિત પક્ષોને નોટિસ મોકલી છે. અરજદારના વકીલે પ્રારંભિક રિપોર્ટ અંગે શંકા વ્યક્ત કરતાં કહ્યું કે, રિપોર્ટના આધારે આંતરરાષ્ટ્રીય મીડિયામાં પાયલોટની ભૂલ દર્શાવાઈ છે, જે યોગ્ય નથી. સુનાવણી દરમિયાન જસ્ટિસ સૂર્યકાંતે ટિપ્પણી કરતાં જણાવ્યું કે, “આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને આ પ્રકારની માહિતીની ગોપનીયતા જાળવવી જોઈએ.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “તમે સાચા છો, તપાસ ઝડપથી પૂરી થવી જોઈએ અને તમામ બાબતો ઝડપથી સ્પષ્ટ થવી આવશ્યક છે.