ગુરુવાર, મે 7, 2026

ઈ-પેપર

ગુરુવાર, મે 7, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં વિવિધ ઘટનાઓથી દિવસ રહ્યો ચર્ચાસ્પદ

રાજકોટમાં વિવિધ ઘટનાઓથી દિવસ રહ્યો ચર્ચાસ્પદ

રાજકોટમાં વિવિધ ઘટનાઓથી દિવસ રહ્યો ચર્ચાસ્પદ
રાજકોટ શહેર અને જિલ્લામાં આજે અકસ્માત, સ્થાનિક સમસ્યા અને ક્રાઇમ જેવી અનેક ઘટનાઓ સામે આવી છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બનેલી આ ઘટનાઓએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
પેલેસ રોડ વિસ્તારમાં કુતરાઓના ત્રાસથી લોકો પરેશાન
પેલેસ રોડ સ્થિત વૃંદાવન નગર શેરી નં. 6 વિસ્તારમાં કુતરાઓના ત્રાસથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર જુની સેન્ટ્રલ બેંકની બાજુમાં રહેતા સોની પરિવાર દ્વારા રાખવામાં આવેલા કૂતરાઓ રસ્તા પર આવતા લોકોને દોડાવે છે અને સતત ભસતા હોવાથી બાળકો અને વૃદ્ધોમાં ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિકોએ તંત્ર પાસે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
પી.ડી માલવીયા કોલેજ ફાટક પાસે અકસ્માત
રાજકોટ શહેરના પી.ડી માલવીયા કોલેજ ફાટક નજીક અકસ્માત સર્જાતા થોડીવાર માટે ટ્રાફિક જામ જેવી સ્થિતિ ઉભી થઈ હતી. બે વાહનો વચ્ચે અથડામણ સર્જાતા લોકોના ટોળા એકત્ર થયા હતા. ઘટનામાં કેટલાક લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જસદણ નજીકથી 54 લાખના ગાંજાના જથ્થા સાથે ત્રણ ઝડપાયા
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના શિવરાજપુર ગામથી ઘેલા સોમનાથ જવાના રસ્તા પર પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. ટ્રકમાં છુપાવીને લઈ જવાતા અંદાજે 54 લાખ રૂપિયાની કિંમતના ગાંજાના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે ટ્રક રોકી તપાસ કરતાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. હાલ આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે અને ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેમજ ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર