શુક્રવાર, એપ્રિલ 24, 2026

ઈ-પેપર

શુક્રવાર, એપ્રિલ 24, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતઆગામી 7 દિવસ રાજ્યભરમાં ગરમીનું જોર રહેશે, તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો...

આગામી 7 દિવસ રાજ્યભરમાં ગરમીનું જોર રહેશે, તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી

અમેરિકન સંરક્ષણ મંત્રાલયની આજે પ્રેસ કોન્ફરન્સ

અમેરિકન સંરક્ષણ મંત્રાલયની આજે સાંજે 6:30 વાગ્યે મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે, જેમાં ઈરાન મુદ્દે મોટી જાહેરાત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં United States Department of Defenseના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. યુદ્ધ પ્રધાન Pete Hegseth અને જનરલ કેન દ્વારા આ પ્રસંગે સંબોધન કરવામાં આવશે અને તેઓ અમેરિકા દ્વારા હાથ ધરાયેલા “ઓપરેશન એપિક ફ્યૂરી” અંગે વિસ્તૃત માહિતી આપશે. આ જાહેરાતને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્સુકતા અને તણાવ બંને વધ્યા છે.

અમદાવાદઃ બાપુનગરમાં ગાંજાના જથ્થા સાથે 2ની ધરપકડ

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં નશીલા પદાર્થો સામેની કાર્યવાહી દરમિયાન SOGએ મોટી સફળતા મેળવી છે. મળતી માહિતી મુજબ રેહાન મસ્જિદ સામે આવેલા તૂટેલા મકાનમાંથી અંદાજે 8 કિલોગ્રામ જેટલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, જેની બજાર કિંમત 4 લાખ રૂપિયાથી વધુ ગણાય છે. આ કેસમાં મહમદ તાહિર અને કરણ કોકુલવાર નામના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે બંને આરોપીઓનો પહેલાથી જ ગુનાહિત ઈતિહાસ છે. સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ: સોશિયલ મીડિયા પર સ્ટેટસ અને પછી હત્યા !

અમદાવાદમાં સોશિયલ મીડિયા પર સ્ટેટસ મુકવાની અદાવતમાં યુવકને મળ્યું મોત. અમદાવાદના વેજલપુર વિસ્તારની ઘટના એ છે કે જ્યાં અગાઉના ઝઘડાને લઈને ઈન્સ્ટાગ્રામ પર સ્ટેટ્સ મુકનારા 19 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી, આરોપી રેયાન અને તેના બે મિત્રોએ મળીને યુવકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો. પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપીને ઝડપી લીધો છે. જ્યારે બીજા આરોપીની શોધખોળ ચાલુ છે..પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક યુવક અને આરોપી રેયાન પઠાણ બાઈક ઓવર સ્પીડમાં ચલાવવા મુદ્દે ઝઘડો થયો હતો. જે બાદ મૃતક યુવકે આરોપીને પડકાર ફેંકતા સોશિયલ મીડિયામાં સ્ટેટસ મુક્યું હતું.એ જોયા બાદ આરોપી ઉશ્કેરાયો હતો અને હત્યાનું ષડયંત્ર રચ્યું હતું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર