મંગળવાર, માર્ચ 24, 2026

ઈ-પેપર

મંગળવાર, માર્ચ 24, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયરાજકોટમાં કોંગ્રેસનો ભ્રષ્ટાચાર વિરોધ: રેલી દરમિયાન વાહનો લોક, પોલીસ સાથે ઝપાઝપી સર્જાઈ

રાજકોટમાં કોંગ્રેસનો ભ્રષ્ટાચાર વિરોધ: રેલી દરમિયાન વાહનો લોક, પોલીસ સાથે ઝપાઝપી સર્જાઈ

રાજકોટ શહેરમાં આજે કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચારના મુદ્દે ઉગ્ર વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. ત્રિકોણબાગથી શરૂ થયેલી આ રેલી રાજકોટ મહાનગર પાલિકા કચેરી સુધી પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. રેલી દરમિયાન કાર્યકરોએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ સૂત્રોચાર કરીને શહેરના શાસનતંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી.

રેલી આગળ વધતી હતી ત્યારે માર્ગ પર પાર્ક કરાયેલા કોંગ્રેસ કાર્યકરોના વાહનો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રાફિકમાં અવરોધ સર્જાતા પોલીસે કેટલાક વાહનોને લોક કરી દીધા હતા, જેના કારણે કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. પોલીસની આ કાર્યવાહી સામે કોંગ્રેસ કાર્યકરો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

રેલી બાદ કોંગ્રેસના આગેવાનો કમિશનરને ભ્રષ્ટાચાર મુદ્દે રજૂઆત કરવા માટે રાજકોટ મહાનગર પાલિકા કચેરીએ પહોંચ્યા હતા. અહીં કાર્યકરો દ્વારા ઉગ્ર સૂત્રોચાર કરવામાં આવ્યા હતા અને તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. રજૂઆત દરમિયાન પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે તણાવનું વાતાવરણ સર્જાયું હતું.

પરિસ્થિતિ ત્યારે વધુ તંગ બની ગઈ જ્યારે કેટલાક કાર્યકરો આગળ વધવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા માટે જરૂરી પગલાં લીધા હતા. સમગ્ર ઘટનાક્રમ દરમિયાન શહેરમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.

આ ઘટનાએ શહેરના રાજકીય માહોલને ગરમાવી દીધો છે અને ભ્રષ્ટાચારના મુદ્દે આવનારા સમયમાં વધુ રાજકીય ઘમાસાણ જોવા મળી શકે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર