મંગળવાર, માર્ચ 24, 2026

ઈ-પેપર

મંગળવાર, માર્ચ 24, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતઅમેરિકાની એક રિફાઈનરીમાં બ્લાસ્ટ

અમેરિકાની એક રિફાઈનરીમાં બ્લાસ્ટ

અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં આવેલા પોર્ટ આર્થર શહેરની એક તેલ રિફાઈનરીમાં પ્રચંડ વિસ્ફોટ થતા ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. વિસ્ફોટ બાદ આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા અને તેની અસર આસપાસના ગ્રોવ્સ અને નેધરલેન્ડ વિસ્તારોમાં પણ જોવા મળી હતી. આ રિફાઈનરી વાલેરો એનર્જીની છે, જેની દૈનિક ક્ષમતા આશરે 3.8 લાખ બેરલ છે. ઘટનાને કારણે વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને તંત્ર દ્વારા પરિસ્થિતિ કાબૂમાં લેવા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા.

14.2ના બદલે 10 કિલોનો સિલિન્ડર કરવાની માત્ર અફવા

તાજેતરમાં LPG સિલિન્ડરનું વજન 14.2 કિલોથી ઘટાડીને 10 કિલો કરવામાં આવશે તેવી અફવાઓ સોશિયલ મીડિયા પર ફેલાઈ રહી હતી. આ મુદ્દે પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આવી કોઈ યોજના નથી અને આ માત્ર અફવા છે. મંત્રાલયે જણાવ્યું કે હાલ જે 14.2 કિલોનું સિલિન્ડર આપવામાં આવે છે તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. સાથે જ લોકોએ આવી ભ્રામક માહિતીથી ગેરમાર્ગે દોરાવું નહીં અને અફવાઓથી દૂર રહેવાની અપીલ પણ કરવામાં આવી છે.

વડોદરા: પેટ્રોલ પંપ પર નાના વાહન ચાલકોનો હોબાળો

વડોદરા નજીક દામાપુરા ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ પર આજે નાના વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આરોપ મુજબ પંપ સંચાલકો મોટા વાહનો તેમજ ડ્રમ અને કેરેબામાં મોટી માત્રામાં પેટ્રોલ-ડિઝલ આપી રહ્યા છે, જેના કારણે સામાન્ય ટુ-વ્હિલર ચાલકોને ઇંધણ મળવામાં મુશ્કેલી પડી રહી છે. ડ્રમ અને કેરેબામાં ઇંધણ ભરાવવા પડાપડી થતાં પંપ પર જલ્દી ઇંધણ ખૂટી જવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. આ પરિસ્થિતિને કારણે નાના વાહનચાલકોમાં અસંતોષ ફાટી નીકળ્યો છે અને નિયમોનો ભંગ કરીને બોટલ, ડ્રમ અને કેરેબામાં ઇંધણ આપવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર