સોમવાર, માર્ચ 16, 2026

ઈ-પેપર

સોમવાર, માર્ચ 16, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટમોરબી સબ જેલમાં રાજકોટ રેંજ જેલ આઈજીની અચાનક તપાસ, પ્રતિબંધિત ચીજવસ્તુઓ મુદ્દે...

મોરબી સબ જેલમાં રાજકોટ રેંજ જેલ આઈજીની અચાનક તપાસ, પ્રતિબંધિત ચીજવસ્તુઓ મુદ્દે તંત્ર સક્રિય

મોરબી સબ જેલમાં રાજકોટ રેંજના જેલ આઈજી ગીરીશ પંડ્યાએ અચાનક મુલાકાત લઈને જેલની સુરક્ષા વ્યવસ્થાની તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી. તાજેતરમાં સબ જેલમાંથી મોબાઈલ સહિત કેટલીક પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવતા જેલ તંત્ર સજાગ બન્યું છે અને આ મુદ્દે ગંભીરતા દાખવવામાં આવી રહી છે.

મુલાકાત દરમિયાન રેંજ આઈજી દ્વારા જેલના બેરેક, સુરક્ષા વ્યવસ્થા, સીસીટીવી મોનીટરીંગ તેમજ કેદીઓ માટેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે જ જેલ પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેથી કોઈપણ પ્રકારની ગેરકાયદેસર વસ્તુઓ જેલમાં ન રહે તે સુનિશ્ચિત કરી શકાય.

આ તપાસ દરમિયાન જેલના વિવિધ વિભાગોમાં ચકાસણી કરવામાં આવી હતી અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

રેંજ આઈજી ગીરીશ પંડ્યાએ જેલ સ્ટાફ સાથે બેઠક કરીને સુરક્ષા બાબતે કડક સૂચનાઓ આપી હતી. ખાસ કરીને કેદીઓ સુધી મોબાઈલ કે અન્ય પ્રતિબંધિત ચીજવસ્તુઓ ન પહોંચે તે માટે નિયમિત તપાસ, સતર્કતા અને મોનીટરીંગ વધારવા સૂચના આપવામાં આવી હતી.

જેલ તંત્ર દ્વારા જણાવાયું હતું કે આવી અચાનક મુલાકાતો દ્વારા જેલમાં કાયદો અને શિસ્ત જાળવવામાં મદદ મળે છે અને સુરક્ષા વ્યવસ્થામાં વધુ કડકાઈ લાવવામાં આવે છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર