બુધવાર, ફેબ્રુવારી 4, 2026

ઈ-પેપર

બુધવાર, ફેબ્રુવારી 4, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયવડાપ્રધાન મોદી, લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવની રજૂઆત કરી શકે છે

વડાપ્રધાન મોદી, લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવની રજૂઆત કરી શકે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આજે લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવની રજૂઆત કરી શકે છે. લોકસભાની કાર્યવાહી વિપક્ષના સતત હોબાળાને કારણે બે વાર મુલતવી રાખવી પડી હતી.

અસલાલી તળાવમાં ગેરકાયદે વસતા લોકોને મળેલી નોટિસ બાદ હાઇકોર્ટમાં હાથ ધરાઈ સુનાવણી

ચંડોળા, ઇસનપુર બાદ વધુ એક તળાવના વિવાદ મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે. અસલાલી તળાવમાં ગેરકાયદે વસતા લોકોને મળેલી નોટિસ બાદ હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે. AUDA એ સોગંદનામું કરી તળાવમાં અનેક પરિવારો દ્વારા દબાણ કરાયું હોવાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. 20 થી 40 વર્ષથી અનેક પરિવારો અહીંયા વસતા હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ કલેક્ટરને તાત્કાલિક કમિટીનું ગઠન કરવા આપ્યો આદેશ. 1 સપ્તાહમાં મામલતદાર , ડેપ્યુટી કલેક્ટર સાથે કમિટીનું ગઠન કરી સરવે કરવા આદેશ. પુનર્વસન યોગ્ય પરિવારોને સાંભળી યોગ્ય જવાબ રજૂ કરવા હાઇકોર્ટનો નિર્દેશ. તળાવમાં દબાણ થયું હોવાને કારણે નેશનલ હાઈવે અને તળાવ બંનેનો વિકાસ અટવાયો હોવાની રજૂઆત. એપ્રિલ માસમાં વધુ સુનાવણી હાથ ધરાશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર