સોમવાર, જાન્યુઆરી 26, 2026

ઈ-પેપર

સોમવાર, જાન્યુઆરી 26, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયસુરતમાં પત્નીએ પતિનુ કાસળ કાઢી નાખ્યું, દૂઘમાં વખ ઘોળી આપ્યુ પણ મોત...

સુરતમાં પત્નીએ પતિનુ કાસળ કાઢી નાખ્યું, દૂઘમાં વખ ઘોળી આપ્યુ પણ મોત ન થતા છાતી પર ચડી ગળુ દબાવી દીધુ

સુરતમાં પત્નીએ પતિનુ કાસળ કાઢી નાખ્યું, દૂઘમાં વખ ઘોળી આપ્યુ પણ મોત ન થતા છાતી પર ચડી ગળુ દબાવી દીધુ. પ્રથમ દૂધમાં ઝેર ભેળવી હત્યાનો પ્રયાસ કર્યો. છતાં મોત નહીં થતા છાતી પર ચઢી ગળું દબાવી હત્યા કરી નાખી. મૃતકના ભાઈ ને શંકા જતા પોલીસને જાણ કરી. પોલીસ તપાસમાં થયો ખુલાસો, મૃતકનું નામ હૈદર અલી બાકર અલી છે જેની ઉમર 39 વર્ષ છે. લિંબાયતના નવાનગર સ્થિત ગલી નંબર 3 ના પ્લોટ નંબર 170 નો રહેવાસી છે હૈદર. મુંબઈ ખાતે ટાઇલ્સ લગાડવાનું કામકાજ કરતો હતો. મહિનામાં એક વાર સુરત લીંબાયત ખાતે ઘરે આવતો હતો. પત્ની ઇશરત જહાંને શારિરીક અને  માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ કરતી હતી. સુરત આવ્યા બાદ પત્નીએ કાસળ કાઢવા પ્લાન બનાવ્યો હતો. જ્યાં પહેલી જાન્યુઆરીએ હળદરવાળા દૂધમાં ઉંદર મારવાની દવા નાખી હત્યાનો પ્રયાસ કર્યો. છતાં મોત નહીં થતાં 4 તારીખે છાતીએ બેસી ગળું દબાવી હત્યા કરી. જે બાદ સ્મીમેર હોસ્પિટલ ખસેડી ઉધરસ અને વોમિટ થતી હોવાનું નાટક કર્યું. ફરજ પરના હાજર તબીબોએ મૃત જાહેર કર્યો હતો,હોસ્પિટલથી વરધી મળતા પોલીસે પીએમ કરાવ્યું હતું. જે બાદ લાશનો કબજો પત્ની અને પરિવારને સોંપ્યો હતો. દફનવિધિને લઈ પત્ની અને મૃતકના ભાઈ વચ્ચે માથાકૂટ થઈ હતી. મૃતકના ભાઈ ને શંકા જતા પોલીસને જાણ કરી હતી. જે બાદ ફોરેન્સિક પીએમ કરાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં પત્ની પડી ભાંગી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર